ગુજરાત રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત નું કાઉન્ટડાઉન શરૂ થઇ ચૂકયું છે. અઠવાડિયા અથવા ત્યાર પછીના એક બે દિવસમાં રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા વિધિવત રીતે જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.ગત સપ્તાહ દરમિયાન રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા વિવિધ વિભાગો સાથે બેઠકો પૂર્ણ કરી દેવામાં આવી છે.
હાલ બંને મુખ્ય રાજકીય પક્ષો ની ચૂંટણી આયોગ ની જાહેરાત પર નજર છે અને રાજ્ય ચૂંટણી આયોગના વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર સાનુ સ્વરાજ્યની ચૂંટણીને બે તબક્કામાં યોજવામાં આવશે અને જેમાં પ્રથમ તબક્કામાં મહાનગરપાલિકા અને નગરપાલિકાની ચૂંટણી યોજાશે.
જ્યારે બીજા તબક્કામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજવામાં આવશે.રાજ્ય મહાનગરપાલિકાની 144 વોર્ડ, નગરપાલિકાની 700 વોર્ડ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત મળીને કુલ 10 હજારની આસપાસ સદસ્યો માટેની ચૂંટણી યોજાશે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે 1-1-2021 ની સ્થિતિએ મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ થઈ ચૂકી છે. મતદાન મથકોને મંજૂરી પણ આપી દેવામાં આવી છે અને જિલ્લામાં ઇવીએમ મશીન ની ઘટ હતી તે પણ પૂર્ણ કરી દેવામાં આવી છે.
આગામી ત્રણ દિવસમાં ફર્સ્ટ લેવલ ચેકિંગની પ્રક્રિયાઓ પણ પૂર્ણ કરી દેવાની સૂચના આપી દેવાઇ છે. આ ચૂંટણી માટે અધિકારીઓને નિયુક્ત પછી ચૂંટણી સ્ટાફ ની પસંદગી અને તેની ડેટા એન્ટ્રી ની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment