ગુજરાતમાં રોજના થતાં ટેસ્ટિંગ અને હોસ્પિટલ બહાર દર્દીઓની લાઈન લાગી છે જેને લઇને ગુજરાત હાઈકોર્ટે સરકારને આદેશ કર્યો છે કે, કોરોના ના સાચા આંકડાઓ જાહેર થવા જોઈએ. ગુજરાતમાં કોરોના નો હાહાકાર વચ્ચે ગુજરાત હાઈકોર્ટે સરકારને આદેશ કર્યા છે.
કોરોના ના સાચા આંકડાઓ જાહેર કરવા માટે સરકારને આદેશ કર્યા છે. સરકાર પ્રત્યે લોકોમાં વિશ્વાસ સંપાદિત થાય માટે સાચા આંકડાઓ જાહેર કરે તેવું સૂચન કોર્ટ દ્વારા કરાયું છે.
કોરોના ના વધતા જતા હાઇકોર્ટમાં અનેક મુદ્દે સુઓમોટા દાખલ થઈ છે. જેમાં રાજ્યમાં સાચા આંકડા મુદ્દે પણ સુઓમોટા પર સુનાવણી થઈ હતી.
જેમાં કોર્ટે સરકારને આદેશ કર્યો છે કે, રાજ્યમાં કોરોના સાથે સંકળાયેલા તમામ આંકડાઓની પારદર્શિતા રાખવા સરકારને સૂચન કરાયું છે.
હોસ્પિટલમાં ખાલી જગ્યાઓને ઓનલાઇન માહિતી અપલોડ કરવા પણ સૂચન કરાયું છે.અધિકારી કે નેતા પ્રજાને કોરોના ની સ્થિતિ વિશે સાચી માહિતી જણાવવા જોઈએ. હોસ્પિટલમાં બેડની પણ સાચી માહિતી માટે વેબપોર્ટલ બનાવવું સરકારને સુચન કરાયું છે.
રાજ્ય સરકારના અંકુશમાં આ પોર્ટલ પર માહિતી ઉપલબ્ધ થવી જોઈએ. ઓક્સિજન નો જથ્થો દર્દીઓને ઉપલબ્ધ કરાવવા મુદ્દે પણ આદેશ કરાયો છે.
19 એપ્રિલ સુધીમાં વ્યવસ્થા સુનિશ્ચિત કરવા પણ કોર્ટે અલટીમેટમ આપ્યું છે અને સરકારે કોર્ટ માં 20 એપ્રિલે આ અંગે એફિડેવિટ કરવા હુકમ કર્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment