સુરત શહેર માં આ દિવસે હીરા બજાર અને કાપડ માર્કેટ બંધ રાખવાનો લેવાયો અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય.

188

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પછી ગુજરાતમાં કોરોના નું સંક્રમણ ખૂબ જ વધ્યું છે. રાજ્યમાં સૌથી વધારે કોરોના પોઝિટિવ કેસ સુરત અને અમદાવાદ શહેરમાંથી સામે આવી રહ્યા છે. સાથે સાથે આ બંને શહેરોમાં મૃત્યુઆંકમાં પણ સતત વધારો થઈ રહ્યો છે.

સુરત શહેરમાં આજરોજ અને આવતીકાલે એટલે કે શનિવાર અને રવિવાર ટેક્સટાઇલ માર્કેટ અને હીરા બજારો બંધ રાખવાનો અત્યંત મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ બંને દિવસ મહિધરપુરા, મીની બજાર અને ચોકસી બજાર સહિતની તમામ હીરા બજારો બંધ રાખવાનો ડાયમંડ બ્રોકર એસોસિએશન દ્વારા સર્વાનુમત્તે લેવામાં આવ્યો છે.

હીરા બજાર સ્વયંભૂ બંધ રાખવા બાબતે સુરત ડાયમંડ બ્રોકર એસોસિયેશનના પ્રમુખ નંદલાલ નાકરાણીએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં ખૂબ જ વિકટ પરિસ્થિતિને જોતા કોરોના ની ચેન તોડવી ખૂબ જ જરૂરી છે.

અને સોનાની ચેન તોડવા માટે સામાજિક અંતર જાળવવું અને લોકડાઉન કરવું એક જ આખરી ઉપાય રહ્યો છે અને આજ કારણે દલાલ ભાઈઓ અને હીરા બજારમાં કાર્યરત વેપારીઓનો રોજીરોટીનો પણ સવાલ છે.

જેથી બંને બાબતોને ધ્યાનમાં લઈને બધી બાબતોનું બેલેન્સ જાળવી ને શનિવાર અને રવિવાર એમ બે દિવસ હીરાબજારમાં અમે સ્વૈચ્છિક રીતે લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લીધો છે.

બીજી તરફ ફોસ્ટા દ્વારા કાપડ ના તમામ વેપારીઓને જણાવવામાં આવ્યું છે કે, શહેરમાં વધી રહેલા કોરોનાવાયરસ ના સંક્રમણ ને ધ્યાનમાં રાખી સુરત વિસ્તારમાં આવેલ તમામ કાપડ માર્કેટ શનિવાર અને રવિવાર ના રોજ સંપૂર્ણપણે બંધ રહેશે.

શનિવાર અને રવિવારના રોજ ડાયમંડ બજાર અને ટેક્સટાઇલ માર્કેટ બંધ રાખવા નિર્ણયને તમામ વેપારીઓ અને હીરા બજાર સાથે સંકળાયેલા તમામ લોકોએ આવકાર્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!