દિવાળીના ફટાકડા ફોડવાને લઈને ગુજરાત સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.જેને અંતર્ગત રાત્રે 8 થી લઈને 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ફટાકડા ફોડવાને લઈને રાજ્ય સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યો છે.
દરેક લોકોએ રાત્રે આઠથી દસ ના સમયગાળામાં જ ફટાકડા ફોડવાના રહેશે.ગ્રીન ફટાકડા તેમજ માન્યતાપ્રાપ્ત ફટાકડા ફોડવા માટેની મંજૂરી આપવામાં આવી છે. જાહેર માં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. સાથે જ ક્રિસમસ અને નૂતન વર્ષમાં રાત્રે 11:55 થી 12:30 સુધી ફટાકડા ફોડી શકાશે.
ઉલ્લેખનીય છે કે ગ્રીન ફટાકડા ના કારણે ધ્વનિ પ્રદુષણ ઘટે છે. સાથે વાતાવરણમાં પણ વાયુ પ્રદર્શન ઓછું થઈ જાય છે. ફટાકડા ના કારણે વાતાવરણમાં વાયુ પ્રદુષણ ઘટે છે અને ફટાકડાથી ધુમાડો પણ ઓછો થાય છે અને નુકસાન કારણ ગેસ પણ ઓછો પેદા થાય છે. સાથે જ વાતાવરણમાં સુગંધ પ્રસરી જાય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment