દેશમાં દિવસેને દિવસે વસ્તી વધારો થાય છે ત્યારે સરકારે રાજ્યમાં વસ્તી નિયંત્રણ માટે ની નવી નીતિઓ જાહેર કર્યા બાદ આ મુદ્દા પર અનેક રાજ્યોમાં ચર્ચાઓ ચાલી રહી છે. તેમાં પણ ભાજપના ત્રણ સાંસદો દ્વારા રાજ્યસભામાં બિલ રજૂ પણ રજૂ કરાયું છે.
જે મુદ્દે આગામી દિવસોમાં ચોમાસાને આ સત્રમાં ચર્ચા થવાની સંભાવના છે. એવામાં મળતી માહિતી મુજબ ગુજરાત સરકાર પણ વસ્તી નિયંત્રણના પહેલાથી લાગુ કાયદા માં ફેરફાર થઈ શકે છે.
ગુજરાતમાં વસ્તી નિયંત્રણ પર જે કાયદો લાગુ છે તેમાં બેથી વધારે બાળકો ધરાવતા વ્યક્તિને ચૂંટણીમાં ઉમેદવારી કરી શકશે નહીં. આ કાયદો માત્ર નેતાઓ માટે જ લાગુ પડે છે.
પરંતુ ઉત્તર પ્રદેશની જેમ ગુજરાત પણ નિયમોમાં ફેરફાર કરી શકે છે. આ મુદ્દા પર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સંકેત આપ્યા છે. દેશમાં વસ્તી નિયંત્રણ જરૂરી છે. તો આ પાછળ મોટા કારણો છે.
પહેલું કારણ કરોડોની સંખ્યામાં વસ્તી વધી રહી છે લોકો દિવસેને દિવસે વસ્તી વધારો કરી રહ્યા છે. દેશમાં સતત વસ્તી વધતા રહેવા માટેની જગ્યા ઓછી પડી રહી છે અને ખેતીલાયક જમીનમાં મકાન બની રહ્યા છે.
અને ગામડાઓનો નાશ થઈ રહ્યો છે શહેરી વિસ્તાર વધી રહ્યું છે. બીજું એક કારણ એ છે કે વહીવટી સેવાઓ નાગરિકો સુધી ઝડપી પહોંચાડવા માટે વસ્તી ઘટાડો જરૂરી છે. ઉપરાંત દેશમાં ગરીબીને ઓછી કરવા માટે વસ્તી નિયંત્રણ જરૂરી છે.
ગુજરાતમાં વસ્તી ની વાત કરી હતી જ્યારે 2001માં 93 લાખ 61 હજાર 435ના વધારા સાથે ગુજરાતની વસ્તી 5 કરોડ, 6 લાખ, 71 હજાર 17 લોકોની પહોંચી હતી. જ્યારે 2011ની વાત કરીએ તો. 97 લાખ 68 હજાર 675 ના વધારા સાથે ગુજરાતની વસ્તી 6 કરોડ, 4 લાખ, 39 હજાર 692 કરોડની હતી. જ્યારે 2021માં અંદાજીત 99 લાખ, 60 હજાર 461ના વધારા સાથે હાલ ગુજરાતની વસ્તી 7 કરોડ 4 લાખ 153 હોવાનો અંદાજ છે.
ગુજરાત રાજ્યમાં દર દસ વર્ષે 1 કરોડની આસપાસ વસતી વધારો થઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ વસ્તી નિયંત્રણ નહીં લાવે તો ટૂંક સમયમાં વસ્તી વધારો ખૂબ જ વધી જશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment