ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોને લઇને યોજવા જઇ રહેલી પેટા ચૂંટણીમાં હવે બરાબરના ચૂંટણીનો રંગ જામ્યો છે. ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પંચડ રીતે પ્રચાર કરી રહ્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસે પેટાચૂંટણીમાં નવું ચૂંટણી કેમ્પેઇન શરૂ કર્યું છે. ગુજરાત રાજ્યમાં નવી ચૂંટણી કેમ્પેઇન ‘વિશ્વાસઘાત’ નામથી શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાત કોંગ્રેસ કેમ્પેઇન હવે ગુજરાત નહીં સાંખે વિશ્વાસઘાત, ગુજરાતીઓની એક જ વાત વિશ્વાસઘાતીઓને આપશે માત.
આ સૂત્ર લખવામાં આવ્યું છે.ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા આ કેમ્પેઇન ચાલુ કર્યું છે.ગુજરાતના 6.5 કરોડ જનતાના મનમાં એક જ સવાલ છે કે, પેટા ચૂંટણી આવી કેમ?ભ્રષ્ટાચારથી ભેગા કરેલ રૂપિયાથી ભાજપે ધારાસભ્યોને ખરીદા છે અને લોકો સાથે વિશ્વાસઘાત કર્યો છે આ વાત અમિત ચાવડાએ કહી હતી.
બીજી બાજુ અમદાવાદ શહેર કોંગ્રેસના વિવાદનો મુદ્દો પણ બરાબરનો ગરમાયો છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, અમારામાં કકળાટ નથી અને ટૂંક સમયમાં નવા વિપક્ષ નેતા આવશે.
દિનેશ શર્મા અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનું રટણ અમિત ચાવડા કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment