ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા મહારાષ્ટ્ર ભાજપ ને લઈને આવ્યા મોટા સમાચાર,જાણો વિગતવાર

198

મહારાષ્ટ્ર ભાજપને મોટો ઝટકો લાગ્યો છે કારણ કે પાર્ટીના દિગ્ગજ નેતા એકનાથ ખડસે એ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. એકનાથ ખડસે ફડણવીસ સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. માહિતીમાં કહેવામાં આવી રહ્યું છે કે તેઓ પાર્ટીથી નારાજ હતા અને ખડસેએ પ્રેસ કોન્ફરન્સ કરીને રાજીનામું આપવાની જાહેરાત કરશે.બે દિવસ પહેલા જ મહારાષ્ટ્ર ભાજપ પ્રમુખ ચંદ્રકાંત પાટિલે કહ્યું કે.

એકનાથ ખડસે રાજીનામું નહીં આપે. તેમને કહ્યું કે, મને વિશ્વાસ છે કે વરિષ્ઠ નેતા ખડસે પાર્ટી સાથે જોડાયેલા રહેશે. સાથે તેમણે એમ પણ કહ્યું કે કોઈ પાર્ટી છોડે છે તો તેમનું રાજીનામું મને મોકલાવે છે, જોકે મને હજી સુધી કોઈ મોટા કે નાના નેતાનું રાજીનામું મળ્યું નથી.

મહારાષ્ટ્રની રાજનીતિમાં છેલ્લા કેટલાક સમયથી ચર્ચા ચાલી રહી હતી કે ખડસેએ એનસીપીમાં જોડાઈ શકે છે.તે સમયે માત્ર અટકળો હતી.

પરંતુ હવે રાજીનામાના સમાચાર બાદ ખડસે એનસીપી માં જોડાય છે તેવું સ્પષ્ટ નજર આવી રહ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!