સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસે તૈયાર કર્યો ચૂંટણી ઢંઢેરો, મહાનગરપાલિકામાં કોંગ્રેસ જીતે તો એક વર્ષનો માફ કરશે…

ગુજરાત કોંગ્રેસે મહાનગરપાલિકાઓ માટે ચૂંટણી ઢંઢેરો તૈયાર કર્યો છે અને જે માટે મોટાભાગે ગુરૂવારે વિધિવત રીતે જાહેર કરવામાં આવશે.આ ચૂંટણી ઢંઢેરામાં કોંગ્રેસે વાયદો કરવાનું છે કે કોરોના મહામારી ના કારણે સામાન્ય લોકો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે.

કોંગ્રેસ ચેતન મહાનગરપાલિકામાં જીતે તો એક વર્ષનો ટેક્સ માફ કરવાની જાહેરાત કરશે.24 કલાકની અંદર સફાઇ કામદારોને કાયમી કરવાનો વાયદો કરવામાં આવશે.24 કલાકમાં ખાલી પડેલી જગ્યાએ ભરવા માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

ચૂંટણીમાં એવો પણ વાયદો કરાશે કે કોન્ટેક્ટ પ્રથાએ નોકરી બંધ કરીશું અને યુવાનોની વર્ગ 3-4 માં ભરતી કરાશે. આવાસ યોજનામાં 13 માળની ઈમારત રદ કરીને પાંચ માળની કરવામાં આવશે.

યુવાનોને નવા વ્યવસાય માટે ત્રણ વર્ષ માટે ટેકસ ફ્રી માં રાહત આપવામાં આવશે. તમામ વર્ગના આરોગ્ય કેન્દ્રને સુવિધાથી સજ્જ કરાશે. ભ્રષ્ટાચાર ઘટે તે માટે કેગ ઓડિટ નો નિર્ણય કરાશે.

રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ તથા જિલ્લા તાલુકા પંચાયતોની સામાન્ય પેટા ચૂંટણી 2021 નું આગામી તા 21 અને 28 ફેબ્રુઆરીના રોજ સવારે 7:00 કલાકથી સાંજે 6:00 કલાક દરમિયાન મતદાન યોજાવાનું છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*