અમદાવાદ, ANI નવા મંત્રીમંડળના શપથ ગ્રહણ સમારોહ ગુરુવારે બપોરે 1:30 કલાકે રાજભવન ખાતે યોજાશે. મંત્રીમંડળમાં સમાવિષ્ટ થનારા ધારાસભ્યોને સવારે ફોન દ્વારા જાણ કરવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારમાં મંત્રી રહેલા કોઈપણ નેતાને નવા મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવશે નહીં.
ગુજરાત ભાજપના પૂર્વ પ્રમુખ જીતુ ભાઈ વાઘાણી, બ્રિજેશ મેરજા, દુષ્યંત પટેલ, કીર્તિસિંહ વાઘેલા, મુકેશ પટેલ, અરવિંદ રૈયાણી, કિરીટ સિંહ રાણા, હ્રષિકેશ પટેલ, જીતુ ભાઈ ચૌધરી, મનીષા વકીલ, જેવી કાકડિયા જેવા ધારાસભ્યને ફોન કરીને મંત્રીમંડળ માં શપથ ગ્રહણ દરમિયાનતૈયાર રહેવા કહ્યું. પ્રાપ્ત માહિતી અનુસાર, 20 થી વધુ નેતાઓ મંત્રી તરીકે શપથ લેશે. સૂત્રોએ જણાવ્યું હતું કે, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વવાળી કેબિનેટમાં મોટાભાગના મંત્રીઓને પડતા મૂકવામાં આવે તેવી શક્યતા છે.
પાટીદારો પ્રભુત્વ ધરાવે તેવી શક્યતા દેખાઈ રહી છે, સોમવારે ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ, ઘણા મંત્રીઓ નવા મંત્રીમંડળની જાહેરાતની તારીખની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા અને તેમનું પદ જાળવી રાખવાની સંભાવનાઓ અંગે પણ ચિંતિત દેખાઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ” કહેવામાં આવી રહ્યું છે કે નવા મંત્રીમંડળમાં જેમાં યુવાન ચહેરાઓ સામેલ થવાની સાથે સાથે પાટીદારોનું પ્રભુત્વ હોવાની સંભાવના દેખાઈ રહી છે.”
એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે કેબિનેટનો શપથ ગ્રહણ સમારોહ બુધવારે યોજાવાનો હતો પરંતુ કેટલાક કારણોસર તે થઈ શક્યો ન હતો. પાર્ટીના વરિષ્ઠ નેતાઓ એવા લોકોનો સંપર્ક કરી રહ્યા હતા કે જેમને મંત્રી બનવાની શક્યતા ન હતી, સૂત્રોના જણાવ્યા અનુશાર, કેબિનેટમાંથી જે નેતાઓને પડતા મૂકવામાં આવી રહ્યા છે તેમને આગામી વિધાનસભા ચૂંટણી માટે ટિકિટ આપવાની ખાતરી આપવામાં આવી હતી.
નવા મુખ્યમંત્રીપાટીદાર સમાજમાંથી બનાવવામાં આવશે, સોમવારે ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના 17 મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધી હતી, તેમજ નવા મુખ્યમંત્રી પાટીદાર સમુદાયના છે. રવિવારે ગુજરાત ભાજપ વિધાનસભા પક્ષની બેઠકમાં ભાજપના 59 વર્ષીય નેતા ભૂપેન્દ્ર પટેલને સર્વાનુમતે મુખ્યમંત્રી પદ માટે પસંદગી કરવામાં આવી હતી. હકીકતમાં, પાર્ટી આગામી વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા પાર્ટીના નસીબને ચમકાવવા માટે પટેલ પર વિશ્વાસ મૂકી રહ્યા હતા, 2017 ની રાજ્ય ચૂંટણીમાં, ભાજપે રાજ્યની 182 વિધાનસભા બેઠકોમાંથી 99 અને કોંગ્રેસે 77 બેઠકો જીતી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment