હજીરા રોડ પર ઉભેલા ટ્રકની પાછળ ઘૂસી ગઈ એક કાર, અકસ્માત 2 સગા ભાઈ સહિત ત્રણ લોકોના મોત…

58

રાજ્યમાં અકસ્માતની ઘટના દિવસે ને દિવસે વધતી જાય છે. અત્યાર સુધીમાં અકસ્માતમાં ઘણા નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હશે. ત્યારે સુરતમાં ઇચ્છાપોર-હજીરા રોડ પર એક અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં બે સગા ભાઈઓ સહિત ત્રણ લોકોના મૃત્યુ થયા છે.

મળતી માહિતી મુજબ કવાસ પાટિયા નજીક અજાણ્યા ટ્રકની પાછળ એક કાર ચાલકે પોતાની કાર મચાવી દીધી હતી અકસ્માત દરમિયાન ત્રણ જણા મૃત્યુ થયા હતા અને ઉપરાંત બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

મળતી માહિતી મુજબ ઈજાગ્રસ્ત લોકોને મહામહેનતે કારમાંથી બહાર કાઢીને સારવાર માટે તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત એટલો જોરદાર થયું હતું કે ઘરનો ભાંગીને ભુક્કો થઈ ગયો હતો.

ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. ફાયર વિભાગની ટીમ દ્વારા મહામહેનતે ગાડી માં ફસાયેલા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં દિનેશ બાલકૃષ્ણ અને તેના ભાઈ માનસનું મૃત્યુ થયું છે.

આ ઉપરાંત ધોરણ 10 માં ભણતા ગૌતમના બાળકનું પણ મૃત્યુ થયું છે. દિનેશ તેના પરિવાર સાથે છેલ્લા 15 વર્ષથી સુરતમાં રહે છે તેઓ મૂળ ઓડિશાના છે. ઉપરાંત અકસ્માતમાં મૃત્યુ પામેલો દિનેશ સુરત માં ફોટો સ્ટુડિયો ની દુકાન છે.

મળતી માહિતી મુજબ દિનેશ પોતાની કાર લઇને પત્ની તથા ભાઈ સાથે પોતાના મિત્રને મુકવા માટે કવાસ જઈ રહ્યો હતો તે દરમિયાન રસ્તામાં તેમનું ટ્રક સાથે અકસ્માત થયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!