મિત્રો રક્ષાબંધનનો પવિત્ર દિવસ ભાઈ અને બહેનનાં પ્રેમનું પ્રતિક ગણાય છે. ત્યારે સુરતમાં ગ્રીષ્મા વેકરીયાનો ભાઈ બહેન પાસેથી રાખડી બંધાવાથી વંચિત રહી ગયો છે. ત્યારે દિકરી ગ્રીષ્માના ભાઈએ પોતાની બહેનને યાદ કરતા એવી વાત કરી નાખી કે સાંભળીને તમે પણ રડી પડશો. ગત વર્ષે રક્ષાબંધને રાખડી બંધાવ્યા બાદ આ વર્ષે ધ્રુવ વેકરીયા પોતાની બહેન ગ્રીષ્માની ઘડિયાળ આપવાનું વચન આપ્યું હતું.
પરંતુ આ વર્ષે રક્ષાબંધન ઉજવે તે પહેલા નરાધમાં ફેનીલ ગોયાણીએ દીકરી ગ્રીષ્મા વેકરીયાનો જીવ લઈ લીધો છે. હવે ધ્રુવને ક્યારેય ગ્રીષ્મા રાખડી બાંધી નહીં શકે. ગ્રીષ્માના ભાઈ ધ્રુવ વેકરીયાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, તેના પરિવારમાં 11 જેટલી બહેનો છે.
ધ્રુવે કહ્યું કે રક્ષાબંધનના દિવસે ગ્રીષ્મા કાંઈક ગઈ હોય તો આવ્યા બાદ સૌપ્રથમ તેની પાસે હું રાખડી બંધાવતો અને ત્યારબાદ અન્ય પિતરાઈ બહેનો પાસે રાખડી બંધાવતો હતો. ગત રક્ષાબંધને જ્યારે બહેન ગ્રીષ્માએ મને રાખડી બાંધી હતી. ત્યારે મેં બહેનને તેની પ્રિય રાધાકૃષ્ણની મૂર્તિ ભેટમાં આપી હતી. આ ભેટ જોઈને તે ખૂબ જ ખુશ થઈ ગઈ હતી.
જોઈએ તે દિવસે એની બહેન ગ્રીષ્માને આવતા રક્ષાબંધનના દિવસે તેની પ્રિય એવી ઘડિયાળ આપવાનો વાયદો કર્યો હતો. પરંતુ રક્ષાબંધન આવે તે પહેલા તો ફેનીલે પરિવાર અને ભાઈની નજર સામે દીકરી ગ્રીષ્માનો જીવ લઈ લીધો હતો. ગત રક્ષાબંધને રાખડી બાંધેલા ફોટા આવે યાદગાર રૂપ બની ગયા છે.
બહેન ગ્રીષ્મા રક્ષાબંધનના આગલા દિવસે તમામ તૈયારી કરી લેતી હતી. ભાઈને ભાવતી તમામ વાનગી અને મીઠાઈ બનાવતી હતી. ગ્રીષ્મા રક્ષાબંધનના દિવસે તમામ પિતરાઈ ભાઈઓ સાથે રક્ષાબંધન ઉજવતી હતી. ગ્રીષ્મા પરિવારમાં સૌની લાડલી હતી. સુરતના કામરેજના પાસોદરા વિસ્તારમાં 12 ફેબ્રુઆરીને રોજ બનેલી ઘટનાએ સમગ્ર ગુજરાતની જનતાને હચમચાવી દીધી હતી.
આ દિવસે આરોપી ફેનીલ ગોયાણીએ એક તરફી પ્રેમમાં દીકરી ગ્રીષ્માનો જીવ લઇ લીધો હતો. આરોપી ફેનીલ ગોયાણીએ દીકરીના પરિવારજનોની સામે જ દીકરીનો જીવ લઈ લીધો હતો. 15 ફેબ્રુઆરીના રોજ દિકરી ગ્રીષ્માની અંતિમયાત્રા યોજવામાં આવી હતી. આ અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં સુરતના લોકો જોડાયા હતા. અંતિમ યાત્રામાં હાજર તમામ લોકો રડી પડ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment