રક્ષાબંધનના પવિત્ર દિવસે કાર, બાઈક અને રીક્ષા વચ્ચે ટક્કર થતા ગંભીર અકસ્માત સર્જાયો, માતા અને બે દીકરીઓ સહિત 6 લોકોના મૃત્યુ…

Published on: 10:21 am, Fri, 12 August 22

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી કે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના ડાલી ગામ પાસે બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ ગંભીર અકસ્માતની ઘટનામાં કાર, રીક્ષા અને બાઈક વચ્ચે ટક્કર તથા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કુલ 6 લોકોના મૃત્યુ થયા છે.

આ અકસ્માતની ઘટનામાં બે લોકોના ઘટના સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યા હતા. સમગ્ર અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. આ અકસ્માતની ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતની ઘટના કેવી રીતે બની તેને લઈને પોલીસે બધાના નિવેદનો લીધા છે.

આ ગંભીર અકસ્માતની ઘટનામાં માતા અને તેની બે દીકરીઓના કરુણ મૃત્યુ નીપજ્યા હતા, તેના કારણે ચારેય બાજુ માતમ છવાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર તેઓ રક્ષાબંધન કરવા માટે ગયા હતા ત્યાંથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમને ગંભીર અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતની ઘટનામાં કાર ચાલક કોંગ્રેસના સોજીત્રાના ધારાસભ્ય પૂનમભાઈ પરમારનો કૌટુંબિક જમાઈ હોવાનું ખુલાસો થયો છે.

ગંભીર અકસ્માતની ઘટના ગુરૂવારના રોજ મોડી રાત્રે બની હતી. પૂરપાટ ઝડપે જતી કાર, બાઈક અને રીક્ષા વચ્ચે ટક્કર થતાં ત્રીપલ અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતની ઘટનામાં છ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મળતી માહિતી અનુસાર સોજીત્રા ખાતે રહેતા વિપુલભાઈ મિસ્ત્રીના પરિવર્તનો રક્ષાબંધન નિમિત્તે તારાપુર પાસે ટીંબા ગામે ગયા હતા. તેઓ ત્યાંથી પરત સોજીત્રા આવવા માટે રિક્ષામાં આવી રહ્યા હતા.

આ દરમિયાન રસ્તામાં કાર રીક્ષા અને બાઈક વચ્ચે ત્રીપલ અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતની ઘટનામાં રીક્ષા ચાલક યાસીનભાઈ નું ઘટના સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અકસ્માતની ઘટનામાં વિપુલભાઈ ની પત્ની અને તેમની બે દીકરીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. માતા અને બંને દીકરીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાં સારવાર દરમિયાન ત્રણેયના કરુણ મૃત્યુ નીપજ્યા હતા.

ગંભીર અકસ્માતની ઘટનામાં યાસીનભાઈ સહિત બે વ્યક્તિઓના ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યા હતા.. જ્યારે અન્ય ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતની ઘટના કેવી રીતે બની અને કોની બેદરકારીના કારણે બની તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. સમગ્ર ઘટનાને લઈને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ ગંભીર અકસ્માતની ઘટનામાં યાસીન મોહમદભાઈ વ્હોરા (ઉ.વ.38), વિણાબહેન વિપુલભાઈ મિસ્ત્રી (ઉ.વ.44), જાનવીબહેન વિપુલભાઈ મિસ્ત્રી (ઉ.વ.17), જીયાબેન વિપુલભાઈ મિસ્ત્રી (ઉ.વ.14), યોગેશકુમાર રાજેશભાઈ ઓડ (ઉ.વ.20, રહે. બોરિયાવી), સંદીપભાઈ ઠાકોરભાઈ ઓડ (ઉ.વ.19, રહે. બોરિયાવી). કરુણ મૃત્યુ નીપજયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો