મિત્રો આજથી થોડાક મહિના પહેલા ફેનીલ ગોયાણી નામના યુવકે ગ્રીષ્મા વેકરીયા નામની દીકરીનો તેના જ પરિવાર સામે જીવ લઈ લીધો હતો. આ ઘટનામાં સુરત સેશન્સ કોર્ટ દ્વારા આરોપી ફેનિલ ગોયાણીને ફાંસીની સજા આપવામાં આવી હતી. ત્યારબાદ આરોપી ફેનીલ ગોયાણીએ સુરત સેશન્સ કોટના હુકમની સામે કરેલી અપીલ પર હાઇકોર્ટમાં સુનાવણી ટળી છે.
આરોપી ફેનીલ ગોયાણીના વકીલ અન્ય કેસના સંદર્ભમાં દિલ્હી હોવાના કારણે આ કેસ માટે તેમને મુદત માગી હતી. જે રજૂઆતને હાઇકોર્ટે ગ્રાહ્ય રાખી છે. આ અરજી પરથી વધુ સુનવાણી 17 ઓક્ટોબરના રોજ ધરાશે. સુરત સેશન્સ કોર્ટનું અવલોકન હતું કે, આ કેસ રેરેસ્ટ ઓફ રેર પ્રકારનો કેસ છે.
આવો ગુનો આચારનાર આરોપીને કડકમાં કડક સજા થવી જરૂરી છે. એક કસાઈ જેમ પ્રાણીનો જીવ લે છે. તેવી જ રીતે આરોપી ફેનીલ ગોયાણીએ દીકરી ગ્રીષ્માનો જીવ લીધો છે. આટલું જ નહીં પરંતુ જજનું પણ કહેવું છે કે, તેમણે તેમની 28 વર્ષની કારકિર્દીમાં આ પ્રકારનો કેસ નથી જોયો.
મિત્રો સુરત જિલ્લાના કામરેજમાં એક તરફી પ્રેમમાં પાગલ બનેલા આરોપી ફેનીલ ગોયાણીએ જાહેરમાં ગ્રીષ્મા વેકરીયા નામની દીકરીનો તેના પરિવારજનો અને પડોશીઓની સામે વસ્તુ વડે જીવ લઇ લીધો હતો. આ સમગ્ર ઘટનાએ સમગ્ર ગુજરાતની જનતાને હચમચાવી દીધી હતી.
સમગ્ર ઘટના બની આ બાદ પોલીસે પણ કાપડ તોડ તપાસ કરીને 2500 પાનાની ચાર્જશીટ ફાઇલ કરી હતી. આ સમગ્ર ટ્રાયલમાં બે મહિનામાં પૂર્ણ કરાયેલી અને કોટે આરોપી ફેનીલ ગોયાણીને ફાંસીની સજા આપી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment