આજે પોલીસ કર્મીઓને વાત કરીયે તો તેઓ પણ દેશના આર્મી-જવાનોની જેમ જ દેશના લોકોની સેવા કરવા હંમેશા તત્પર હોય છે. ત્યારે વાત કરીએ તો કોરોના કાળ દરમ્યાન પોલીસ કર્મીઓ રાત-દિવસ એક કરીને લોકોની સેવા કરી રહ્યા હતા. ત્યારે એવા પોલીસ કર્મીઓને સલામ છે. એવામાં ઉત્તર પ્રદેશના બુલંદશહેર માં પોલીસ સ્ટેશન વિસ્તાર પાસે એક કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં કહી શકાય તો પોલીસ કર્મીઓ એક યુવક માટે દેવદૂત બની ગયા હોય.
અ કિસ્સો છે બુલંદ શહેરના પોલીસ સ્ટેશન પાસે કે જ્યાં એક યુવકની બાઇક સ્લીપ થઇ જતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારે કહીએ તો એ યુવક જયારે રસ્તા ઉપર પડ્યો હતો અને ગંભીર ઈજા પહોંચી હતી અને લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. ત્યારે આજના લોકો યુવકને બચાવવા કરતા મોબાઈલ માં વિડીયો ઉતારવાનું મહત્વ આપે છે.
એવી જ રીતે આ યુવક રસ્તા ઉપર પડ્યો હતો અને લોકો મોબાઇલમાં વિડીયો ઉતારવા માં તલ્લીન હતા. ત્યારે આ ઘટના સ્થળ પર પોલીસની જીપ આવી પહોંચતા એ પોલીસ કર્મીઓએ યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવા માટે એમ્બ્યુલન્સની સુવિધા કરી અને જ્યારે એમ્બ્યુલન્સને કોલ કરવામાં આવ્યો ત્યારે એમ્બ્યુલન્સ સમયસર પહોંચી ન હોવાથી યુવકની હાલત ગંભીર હોવાથી પોલીસ કર્મીઓ પોતાની જીપમાં જ બુલંદ શહેર ડીસ્ટ્રીક હોસ્પિટલ ખાતે લઇ ગયા અને તેમની સારવાર ચાલુ કરવામાં આવી.
ત્યારે ખુશનસીબ એ યુવક બચી ગયો અને કહીએ તો આ પોલીસ કર્મીઓ દેવદૂત બનીને આવ્યા હોય એમ લાગી રહ્યું હતું. અને યુવકની જાન બચી ગઈ. એટલું જ નહીં પરંતુ હોસ્પિટલ ગયા ત્યારે એ યુવક બચે એ માટે તમામ પ્રયાસો પોલીસ કર્મીઓ દ્વારા કરવામાં આવ્યા હતા.
અને પૂરેપૂરો સાથ સહકાર મળ્યો હતો ત્યારે યુવકને તરત જ સારવાર અપાવીને તેનો જીવ બચાવ્યો હતો. ત્યારે ત્યાંના ડોક્ટરો દ્વારા કહેવામાં આવ્યું કે પોલીસ કર્મીઓએ આ યુવકને જલ્દીથી હોસ્પિટલ લઇ આવ્યા હોવાથી આ યુવકનો જીવ બચી ગયો અને પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. ત્યારે હોસ્પિટલના તમામ તબીબો પોલીસ કર્મીનાં વખાણ કર્યા હતા.
જે જગ્યાએ આ ગંભીર હાલતમાં પડેલો યુવક રપડયો હતો. ત્યાં લોકોએ એ યુવકને મદદ કરવાની જગ્યાએ મોબાઈલ માં વિડીયો ઉતારવાનું પસંદ કર્યું હતું. ત્યારે પોલીસ કર્મીઓને સલામ છે કે જેઓ કે પહોંચીને યુવકની સારવાર જલ્દી થાય અને તેનાથી બચી જાય તે સેવાનું કાર્ય પસંદ કર્યું હતું. આવું જ કાર્ય ઉમદા પોલીસ દ્વારા કરવામાં આવ્યો હતો. અને સેવા કરી પણ રહ્યાં છે. ત્યારે લોકો એ પણ આમાંથી પ્રેરણા લેવી જોઇએ અને લોકો ની મદદ કરવી જોઇએ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment