આજના યુગમાં લોકો પૈસા પાછળ દોડી રહ્યા છે અને આજના લોકોને એકબીજા ને બોલાવવાનો પણ સમય નથી તો મદદ કરવાની વાત તો બાજુમાં જ પડી રહે. પરંતુ આજે અમે તમને જણાવી દઇશું તો હજુ પણ એવા લોકો દુનિયામાં છે કે જેઓ મદદ કરવાની ભાવના નિભાવતા હોય છે. એવામાં ખાસ કરીને તો ગામડાના લોકો બહુ જ માયાળુ હોય છે અને લોકોની નિસ્વાર્થભાવે મદદ પણ કરતા હોય છે.
આવા ગામડાઓમાં રહેતા એક દાદા વિશે વાત કરીશું તો સૌ કોઈ લોકો અને નવાઈ લાગશે અને કહેશો કે હજુ પણ આવી માનવતા દાખવનાર માનવીઓ દુનિયામાં પડ્યા છે.આ દાદા છેલ્લા 40 વર્ષથી લોકોની નિસ્વાર્થ ભાવે મદદ કરી રહ્યા છે. આજુબાજુના ગામડાંના લોકો આ દાદાને ચનાબાપા તરીકે ઓળખે છે.
40 વર્ષથી તેઓ હાથ-પગને પેટના દુખાવા વિનામૂલ્યે જ દૂર કરે છે.ઘણા લોકો તેમની સારવાર માટે અહીં આવતા હોય છે. આ ચનાદાદા એક પણ રૂપિયો લીધા વિના વિનામૂલ્યે છેલ્લા 40 વર્ષથી નિસ્વાર્થ ભાવે લોકોની મદદ કરે છે અને હાથ-પગ અને પેટના દુખાવા દૂર કરે છે.
કહેવાય છે કે આ કોઈ જાદુ નથી પરંતુ તેના પાસે એક એવી કોઠાસુજ છે કે તેમને જાણકારી મળી જાય છે કે વ્યક્તિને ક્યાં તકલીફ છે અને તે ઠીક કરી બતાવે છે એ પણ વિનામૂલ્યે. છેલ્લા 40 વર્ષથી ચનાબાપા લોકોના હાથ-પગ અને પેટના દુખાવા દૂર કરીને સમાજમાં માનવતા મહેકાવી રહ્યા છે.
એટલું જ નહીં તેમને કોઈપણ વ્યક્તિ જ્યારે તેમની પાસે સારવાર માટે આવે છે ત્યારે એ વ્યક્તિને શું તકલીફ છે એ પણ બતાવી દે છે અને સારવાર કરીને પોતાની કોઠાસૂઝ વાપરીને હાથ-પગને પેટનો દુખાવો પણ દૂર કરે છે. ચનાબાપા પોતાનું કામ પડતું મૂકીને જ્યારે તેના ઘરે કોઈ પણ વ્યક્તિ સારવાર માટે આવે છે.
ત્યારે તરત જ તેમની સારવાર માટે ખડે પગે રહે છે.નિસ્વાર્થ ભાવે વિનામૂલ્યે પોતાના ઘરે સારવાર માટે આવેલ લોકોને તેમની સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે અને આવી જ માનવતા દાખવનાર વ્યક્તિની જરૂર છે ત્યારે નાનાથી લઈને મોટા સૌ કોઈ લોકોને મદદરૂપ થશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment