ચાલતી કારમાં અચાનક આગ લાગી ઉઠતા કાર બેકાબુ થઈને ઝાડ સાથે અથડાઈ – કારમાં સવાર એન્જિનિયરનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ…

Published on: 5:30 pm, Fri, 3 June 22

હાલમાં બનેલી એક દર્દનાક ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર બેતુલમાં હાઇવે પર જતી એક કારમાં અચાનક આગ લાગી ગઈ હતી. આ કારણોસર કારમાં બેઠેલા વ્યક્તિનું કરૂણ મૃત્યુ નિપજયુ છે. મળતી માહિતી અનુસાર દર્દનાક અકસ્માતની ઘટના ગુરૂવારના રોજ મોડી રાતે પરાસિયા સ્ટેટ હાઇવે પર બની હતી.

આ અકસ્માતની ઘટનામાં પુણેના રહેવાસી 39 વર્ષીય સુનીલનું મૃત્યુ થયું છે. સુનિલ એક એન્જિનિયર હતો. આ ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ પોલીસે મૃતદેહને કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું.

મળતી માહિતી અનુસાર લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે બેતુલમાં સાસરીયાને ત્યાં મોતીવાર્ડમાં આવ્યો હતો. ત્યારે ગુરૂવારના રોજ રાત્રે સુનીલ કાર લઈને ફરવા માટે નીકળ્યો હતો. આ દરમિયાન પરાસિયા સ્ટેટ હાઇવે પર સુનિલની કારમાં અચાનક આગ લાગી ઉઠી હતી.

આ કારણોસર સુનિલની કાર બેકાબુ થઇને રોડની બાજુમાં આવેલા ઝાડ સાથે અથડાઈ હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ આજુબાજુના લોકોએ સુનિલને કારમાંથી બહાર કાઢવાના ઘણા પ્રયત્નો કર્યા પરંતુ તેઓ સુનિલને બહાર કાઢી શક્યા નહીં. ટૂંક જ સમયમાં કાર પર લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

આ કારણોસર આગની ઝપેટમાં આવી જતાં સુનીલનું કરૂણ મૃત્યુ નિપજયુ હતું. આ ઘટના બન્યા બાદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે ફાયર વિભાગની ટીમની મદદથી કાર પણ લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો. સુનીલના મૃત્યુની જાણ પરિવારજનોને થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!