દિલથી સલામ છે આ ખેડૂતને! એક પણ રૂપિયો લીધા વગર આ ખેડૂતે પોતાની 4 વીઘા જમીન ગામમાં શાળા બનાવવા માટે આપી…

આપણે સૌ જાણીએ છીએ કે વિદ્યાદાન એ જ સૌથી સર્વ શ્રેષ્ઠ દાન છે. જેનાથી શાળાના સારા હેતું માટે આપી કહી શકાય છે, કે ભણતર વિના આધુનિક જીવનમાં કઈ યોગ્ય નથી.  ત્યારે સૌથી મોટો ફાળો શાળાનો કહી શકાય શાળા એક એવું સ્થાન છે, જ્યાં જ્ઞાનનો ભંડોળ છે. અને જ્યાં બાળકો દરરોજ અભ્યાસ કરે છે અને જ્ઞાન પ્રાપ્ત કરે છે. આપણે વાત કરીશું, તો હાલ હજી પણ એવા ગામડાઓ છે, કે જ્યાં બાળકો અભ્યાસ કરી શકતા નથી.અને શિક્ષણ મેળવી શકતા નથી.

અત્યારે કહી શકાય કે સરકાર દ્વારા દરેક ગામડાઓ સુધી આ સુવિધાઓ પહોંચી ન હોય,ત્યારે સરકાર પણ આ માટે સતત પ્રયત્નશીલ રહી હોય એમ પણ કહી શકાય. આજે આપણે એક ખેડૂત વિશે વાત કરીશું કે જે મધ્યપ્રદેશના અશોક નગર જિલ્લાના માધવપુર ગામ માં રહેતો એક ખેડૂત જેનું નામ બ્રીજેન્દ્ર મહેન્દ્રસિંહ વંશી છે. તેઓ ઉદાર દિલના છે.

જેઓ દિલના દાતાર એવા બનીને વિસ્તારની આસપાસના બાળકો ને સારુ શિક્ષણ પ્રાપ્ત થાય તેવા હેતુથી તેમની અમુક વીઘા જમીન સરકારને દાનમાં આપી. જેનાથી ગામના બાળકો સર્વશ્રેષ્ઠ અને સારો અભ્યાસ કરી શકે. ત્યારે આ ખેડૂતે પોતાની ચાર વીઘા જમીન સરકારને દાનમાં આપીને શિક્ષણનું કેન્દ્ર બનાવ્યું. જે શાળા માટે સરકારી જમીન હતી અને બાકીની ચાર વીઘા જમીન છે, સરકારને દાનમાં આપી ત્યારે તેણે સમાજમાં એક નવો દાખલો બેસાડયો છે.

ઉદાર દિલના દાતા એવા આ બિજેન્દ્ર નામના ખેડૂતે કહ્યું કે આ જમીનની કિંમત લગભગ ૨૫ લાખ રૂપિયા હોવાનું બહુમાન લગાવ્યું છે. ત્યારે સહેજ પણ વિલંબ રાખ્યા વિના આ ચાર વીઘા જમીન સરકારી જમીનને અડીને આવતા હોવાથી શાળા માટે ગૌરવ ભર્યું કામ કર્યું. અને તરત વહીવટી અધિકારીને મળીને જમીન દાન કરી. ત્યારે તેમના પરિવારજનોનું કહેવું છે કે પોતાની ખાનગી જમીન કોઈ જાહેર કામ માટે દાનમાં આપી હોય અને આવો બાળકોના ભવિષ્ય ઉજ્જવળ બને તેવા હેતુથી તેમણે દાનમાં આપી હોય.

આ ખેડૂતે તેમના કાર્યકાળ દરમિયાન જમીન પર શાળાઓ સોસાયટીઓ પંચાયતો એવી અનેક ઇમારતો બનાવી છે. તે નવાઇની વાત તો એ છે કે તેણે ગરીબ લોકોની પણ સેવા કરી છે. અને પોતાની બે વિઘા જમીનમાં ગામના ગરીબોને રહેવા માટે મકાનો બનાવ્યા હતા, અને આવી રીતે સ્વ.નાથન રઘુવંશીએ પણ દાનમાં આપી હતી. બ્રિજેન્દ્ર એ શાળા માટે જમીન દાન આપવાની વાત કરતાની સાથે જ જિલ્લા વહીવટી તંત્રે તેની કામગીરી શરૂ કરી દીધી છે.

ત્યારે શિક્ષણનું મહત્વ જાણતા એવા બ્રિજેન્દ્ર શિક્ષણનું વધુ મહત્વ સમજાવતા જમીન દાન કરી અને આ સમગ્ર ઘટનાને કારણે કલેકટરને શાળા માટે જમીન આપવા કહ્યું હતું.અને જમીનના દસ્તાવેજો સાથે ની સમગ્ર પ્રક્રિયા પૂરી થાય પછી ખેડૂતોની જમીન લેવામાં આવશે. ત્યારે આવા ઉમદા કાર્યો કરીને લોકો સમાજમાં એક નવો દાખલો બેસાડે છે,અને અહીં એક ખેડૂતે શિક્ષણનું મહત્વ જાણતા અભ્યાસ જીવન માટે કેટલું ઉપયોગી નીવડે છે, તેવી સમગ્ર જાણકારી હોવાથી તેણે પોતાની ચાર વીઘા જમીન દાનમાં આપીને સર્વ શ્રેષ્ઠ કામ કર્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*