પોરબંદરના એસટી રોડ પર આવેલા સંત શિરોમણી જલારામ બાપાના નવા મંદિરે તમામ તહેવારોની ઉજવણી ભક્તિ ભાવ સાથે કરવામાં આવે છે. હાલમાં શિયાળાની ઋતુને લઈને લીલા શાકભાજીના મનોરથનો આયોજન કરવામાં આવ્યું છે
જેમાં ગાજર દુધી મુળા મરચાં મેથીની ભાજી કોબીજ સહિતના ઈલાજ શાકભાજીનો ભોગ અર્પણ કરવામાં આવ્યો હતો અને દર્શન કરી શ્રદ્ધાળુ હોય ધન્યતા ની લાગણી અનુભવી હતી.હાલ શિયાળાના સમયમાં લીલા શાકભાજીની મબલક આવક થાય છે. ત્યારે મંદિરના સંચાલકોએ લીલા શાકભાજીના મનોરથ નું આયોજન કર્યું છે અને આ શાકભાજીનો ઉપયોગ સાકોત્સવમાં
લેવામાં આવશે અને તે પણ પ્રસાદી સ્વરૂપે શ્રદ્ધાળુઓને આપવામાં આવશે.પોરબંદરમાં નવા જલારામ મંદિર ખાતે દર ગુરુવારે સત્સંગ અને પ્રસાદીનો આયોજન કરવામાં આવે છે જેનો મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ લાભ લે છે અને બુધવારે લીલા શાકભાજીના મનોરથ નું આયોજન કરવામાં આવ્યું હતું અને જલારામ મંદિર ખાતે ભક્તિનો રંગ જોવા મળે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment