પેટ્રોલ અને ડીઝલની મોંઘવારીથી આમ આદમીને જલ્દીથી મોટી રાહત મળવાની છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં કાચા તેલના ભાવ 70 ડોલર પ્રતિ બેરલ નીચે જતા રહ્યા છે. શુક્રવારે બ્રેન્ડ ક્રૂડના ભાવ 70 ડોલર પ્રતિ બેરલ નીચે જતા રહ્યા છે.
આજે બ્રેન્ટ ફૂડ 0.19 ટકા થી વધીને 69.80 ડોલર પ્રતિ બેરલ પર કારોબાર કરી રહ્યા છે.ત્યાં જ WTI Crude ની કિમંત 0.30ટકા થી વધીને 66.70 ડોલર પ્રતિ બેરલ થઈ ગયા છે.દેશની મોટી ઓઇલ કંપનીઓ IOC,BPCL,HPCL એ આજે ઇંધણના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.
તમને જણાવી દઈએ કે એક ડિસેમ્બર દિલ્હીમાં વેટનો દર 30 ટકાથી ઘટાડીને 19.4 ટકા કરવામાં આવ્યો હતો. આપને જણાવી દઇએ કે દિવાળીના અવસર પર કેન્દ્રની મોદી સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડયૂટીમાં ઘટાડો કર્યો હતો ત્યારબાદ રાજ્યો દ્વારા વેટ ઘટાડવા માં આવ્યો હતો.
દિલ્હી ને અડીને આવેલા ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં એક લિટર પેટ્રોલની કિંમત 95.29 રૂપિયા અને ડીઝલની કિંમત 86.80 રૂપિયા પ્રતિ લીટર છે. ગાઝિયાબાદ ઉપરાંત દિલ્હી કરતા NCR માં આવેલા ગુરુગ્રામ માં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઓછા છે. ગુરુગ્રામ માં પેટ્રોલ 95.90 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 87.11 રૂપિયા પ્રતિ લીટર છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment