લાખો ગુજરાતીઓ માટે આવ્યા મોટા ખુશીના સમાચાર, આજથી આ વસ્તુના ભાવ માં થયો મોટો ઘટાડો!

અમદાવાદ,સુરત અને વડોદરા ઉપરાંત અનેક જિલ્લાઓમાં મોટર અને રીક્ષામાં ઉપયોગમાં લેવામાં આવતા કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ એટલે કે CNG ના કિલોદીઠ ભાવમાં ₹1.31 નો અને અમદાવાદ અને વડોદરામાં ઘરોના રસોડામાં વપરાતા PNG ના ભાવ માં સ્ટાન્ડર્ડ કયુબિક મીટર દીઠ ₹ 1.00 નો આજથી અમર આવે તે રીતે ઘટાડો કરવાની અદાણી ગેસ લિમિટેડ જાહેરાત કરી છે.સીએનજીના દરમાં ઘટાડો કરવાને પરિણામે સાડા ચાર લાખથી પણ વધારે ગુજરાતીઓ મોટો લાભ થશે.

આપણે જણાવી દઈએ કે, અમદાવાદ અને વડોદરા શહેરમાં સીએનજીના અત્યારે ભાવ ₹ 53.17 છે તે ઘટાડીને 51.86 કરવામાં આવ્યા છે.અમદાવાદ અને વડોદરામાં સાડાચાર લાખથી વધુ લોકોને રસોડામાં અપાતા પીએનજી ગેસના સ્ટાન્ડર્ડ કયુબિક મીટર ₹29.09 થી ઘટાડીને 28.09 કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ખેડા સુરેન્દ્રનગર બરવાળા અને નવસારીના જે વિસ્તારોમાં અદાણી સીએનજી ગેસ પૂરો પાડવાની જવાબદારી સોંપવામાં આવી છે.

તે વિસ્તારોમાં સીએનજી ના કિલોદીઠ ભાવ ₹52.70 થી 51.70 કરી દેવામાં આવ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*