ભારતીય જનતા પાર્ટીએ ત્રિપુરાની સ્થાનિક ચૂંટણીમાં વિપક્ષના સુપડા સાફ કરી દીધા છે. અગરતલા મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત 14 અર્બન બોડીઝ માં થયેલી ચૂંટણીમાં ભાજપે ફૂલ 334 વોર્ડ માંથી 329 વોર્ડ પર કબજો કરી દીધો છે. અગરતલામાં તો બધી સીટો પર જીત મેળવી છે.
334 સીટોમાંથી 222 પર 25 નવેમ્બરના રોજ મતદાન થયું હતું જેમાં 81.54 ટકા મતદાતાઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.222 માંથી 217 સીટો પર ભાજપે જીત મેળવી જ્યારે 112 પર તેમના ઉમેદવાર નીવિરોધ ચૂંટાઈ ગયા હતા.
સ્થાનિક ચૂંટણીના પરિણામોમાં થી અહીં ભાજપ ગદ ગદ છે તો માત્ર એક સીટ જીતનારી તૃણમૂલ કોંગ્રેસની પણ અહીં ખુશી ઓછી નથી. પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી બાદ મમતા બેનરજી ની પાર્ટી સૌથી પહેલાં ત્રિપુરામાં જ વિસ્તાર ની જાહેરાત કરી હતી.
તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનરજીએ ટ્વીટર પર કહું કે આ તેમની પાર્ટી માટે 20 ટકા મત મેળવવા અસાધારણ વાત છે જેમની ત્રિપુરામાં ન બરાબર ઉપસ્થિતિ હતી. તેમણે ટ્વિટ કરી કે આ મુશ્કેલીથી ત્રણ મહિના પહેલા પોતાની ગતિ વિધિઓની શરૂઆત કરીએ છતાં અલ્યા પ્રતિક્રિયા મળી છે જ્યારે ભાજપે ત્રિપુરામાં લોકતંત્ર ના ધજાગરા ઉડાવવામાં કોઈ કસર છોડી નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment