સોશિયલ મીડિયા પર ઘણા એવા રમુજી વિડીયો આવતા હોય છે જેને લોકો જોવાનું પસંદ કરે છે અને એક હાસ્યનો માધ્યમ આવા વિડીયોથી પૂરું પડે છે તેવામાં કેટલાય એવા વિડીયો શુટ સામે આવતા હોય છે કે જેના થકી લોકોને હાસ્યનું મોકળું મેદાન મળે છે. કેટલાક લોકો તો દરેક જગ્યાએ જઈને વીડિયો શૂટ કરે છે અને પછી ઇન્ટરનેટ પર અપલોડ કરે છે.
જેનાથી અમુક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં નજરે પડે છે. આપણે સૌ જાણીએ છીએ કે હજુ પણ ગામડાઓમાં જ્યારે થાળીમાં ભોજન પીરસવામાં આવે તો તે લોકોને ખૂબ જ ગમતું હોય છે અને હાલ જોવા જઈએ તો અનેક ગામડાઓમાં શહેરની જેમ બુફે સિસ્ટમનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.
એવામાં ઘણી એવી રમૂજી ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હાલ એક એવો જ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે કે જેમાં તમે પણ તમારું હાસ્ય રોકી શકશો નહીં. આ વિડીયો એક કાકાને સંબંધિત છે કે સૌ વિડીયો જોઈને હસી રહ્યા છે. ત્યારે આ વિડીયો વિશે વિસ્તૃતમાં વાત કરીએ તો એક લગ્નનો માહોલ છે કે જેમાં બુફે સિસ્ટમ રાખવામાં આવી હતી અને ભોજન સમારંભ ચાલી રહ્યો હતો.
તે દરમિયાન એક કાકા ટેબલ પર બેઠા હતા, ત્યારે તેમણે બધી જ વાનગીઓની મજા માણી અને અંતે જ્યારે જમ્યા પછી હાથ લૂછવાનો વારો આવ્યો ત્યારે તેમણે રોટલીને જ ટીશ્યું સમજીને મોઢું સાફ કરી બેઠા ત્યારે આવું કૃત્ય જોઇને સૌ કોઈ લોકો હસી ઉઠ્યા અને આશ્ચર્યચકિત થઈ ગયા.
હાલ તો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ જશે ત્યારે અલગ અલગ પ્રકારની કોમેન્ટ પણ આવે છે ઘણા લોકો તેમની પ્રતિક્રિયાઓ આપતા કહે છે કે ‘નવું ટીશ્યુ પેપર’ તો ઘણા યુઝર્સ હસ્તા હોય એવા ઇમોજીસ આ પોસ્ટ પર શેર કરી રહ્યા છે.
View this post on Instagram
હાલ તો આ વિડીયો instagram ના એકાઉન્ટ પેજ પર sensen 4947 શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધી ઘણા વ્યુઝ પણ મળ્યા છે અને ઘણા લોકો આ વીડિયો સામે પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે અને ઘણી લાઈક પણ મળી છે, તમે પણ આ વિડિઓ જોવાનું ચૂકશો નહીં.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment