ભારત દેશમાં મોંઘવારી દિવસેને દિવસે વધી રહી છે. પેટ્રોલ-ડીઝલ ઉપરાંત રાંધણગેસના ભાવ પણ ભડકે બળી રહ્યા છે. પેટ્રોલ ડીઝલના ભાવ હાલ મોટાભાગના શહેરોમાં 90 રૂપિયાની સપાટીને પહોંચી ગયો છે તેમ છતાં તેના પર ડયૂટી ઘટાડવાની માટે મોદી સરકાર રાહત આપી રહી નથી.
હાલમાં સરકારની તિજોરી છલકાઇ ગઇ છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી સામાન્ય માણસ ભલે પરેશાન હોય પરંતુ તેના કારણે સરકારની આવકમાં 300 ટકાનો વધારો થયો છે અને આ માહિતી સોમવારે સરકારે આપી હતી.
રાજ્યકક્ષાના નાણાપ્રધાન અનુરાગ ઠાકુરે એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું કે કેન્દ્ર સરકાર આવી તે પહેલા 2014-15 દરમિયાન પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટી થી 29,279 કરોડ રૂપિયા અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી 42881 કરોડ રૂપિયા પ્રાપ્ત થયા છે.
હાલ ના વર્ષ 2020-21 ના પહેલાના 10 મહિના પેટ્રોલ-ડીઝલ પર ટેકસ કલેક્શન વધીને 2.94 લાખ કરોડ રૂપિયા વધી ગયું છે.હાલમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા એક લીટર પેટ્રોલ પર 168 ટકા ટેક્સ વસૂલી રહ્યા છે.
ઇન્ડિયન ઓઇલ ની વેબસાઈટ પર 16 માર્ચ 2021 ની કિંમત મુજબ દિલ્હીમાં એક લિટર પેટ્રોલની બેસ પ્રાઈઝ 33.26 રૂપિયા છે ત્યાર બાદ તેના પર નૂર ભાડા પેટે 28 પૈસા પ્રતિ લીટર લાગે છે ત્યારબાદ ડિલર પાસે 33.54 રૂપિયામાં પહોંચે છે.
ત્યાર બાદ તેના પર 32.90 એક્સાઇઝ ડ્યુટી લાગે છે જે કેન્દ્ર સરકાર ના ખાતા માં જાય છે.3.69 રૂપિયા ડીલર કમિશન લાગે છે અને 21.04 રૂપિયા વેટ લાગે છે જે રાજ્ય સરકાર વસૂલે છે. આ બધું મળીને એક લિટર પેટ્રોલની કિંમત 91.17 રૂપિયામાં મળે છે.
ગુજરાતના અમદાવાદ શહેરની વાત કરીએ તો જુલાઈ મહિનામાં પેટ્રોલનો ભાવ 70.40 પ્રતિ લિટર હતો જયારે હાલ વધીને 88.35 રૂપિયા થયા છે તો ડીઝલનો ભાવ જુલાઈ માં 69.83 લીટર હતો જયારે વધીને 87.77 લીટર થયો છે.
જુલાઈ પછી પેટ્રોલ ના ભાવમાં 17.95 રૂપિયાનો વધારો થયો છે જ્યારે ડીઝલના ભાવમાં 17.94 રૂપિયાનો વધારો થયો છે. જોકે, હાલ ગુજરાતમાં ગીર સોમનાથ જિલ્લામાં પેટ્રોલ સૌથી મોંઘી થયું જે 90.22 રૂપિયા પ્રતિ લિટર છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment