અયોધ્યામાં બની રહેલા રામ મંદિર પરિષદના ખોદકામ દરમિયાન મળ્યા પ્રાચીન અવશેષો, જાણો શું શું મળ્યું ?

Published on: 10:28 am, Tue, 23 March 21

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભગવાન રામનું મંદિર બનાવવામાં આવી રહ્યું છે. મંદિરના ખોદકામ દરમ્યાન ફરી પ્રાચીન અવશેષો મળી આવ્યા છે. રામ મંદિરના નિર્માણ માટે પાયાનું કામ ચાલી રહ્યું છે.

અને રામલલા ના મંદિર નિર્માણ માટે 40 ફૂટ ઊંડાઈ સુધી પાયાનું ખોદકામ દરમિયાન એક ચરણપાદુકા સહિત પ્રાચીન પાષાણ ખંડ અને કેટલા ખંડિત મૂર્તિઓ ના અવશેષ મળ્યા છે.

પ્રાચીન મંદિરોના આ અવશેષો ને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ન્યાસના સુરક્ષિત રાખવામાં આવ્યા છે. પુરાતાત્વિક મહત્વના આ અવશેષો ની પુરાતાત્વિક રીતે વૈજ્ઞાનિક તપાસ કરવામાં આવશે.

આ પહેલા પણ જન્મભૂમિ પરિષદના સમતલીકરણ કાર્ય દરમિયાન પણ કેટલાક પ્રાચીન અવશેષો મળી ચૂક્યા છે. પ્રાચીન નક્કશિદાર શિલાઓ નીકળી ચૂકી છે. કેટલીક ખંડિત મૂર્તિઓ પણ મળી છે.

અને પ્રાચીન મંદિર થી સંબંધિત પથ્થરોના અવશેષો મળી આવ્યા છે.સીતા રસોઈ થી ખોદકામ દરમ્યાન રસોઈ સંબંધિત પથ્થરોનો વિશાળ સિલ્બતા પણ મળી આવ્યો છે. ચોકલા બેલન પણ મળી આવ્યું છે.

આ સિવાય માનસ ભવન તરફથી ખોદકામ દરમ્યાન અતિપ્રાચીન ભગવાન શ્રીરામની પાદુકાઓ પણ મળી છે. રામ મંદિરના નિર્માણ બાદ મંદિર પરિષદમાં મ્યુઝિયમ બનાવીને પ્રાચીન ધરો અને શ્રદ્ધાળુઓના દર્શન માટે રાખવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "અયોધ્યામાં બની રહેલા રામ મંદિર પરિષદના ખોદકામ દરમિયાન મળ્યા પ્રાચીન અવશેષો, જાણો શું શું મળ્યું ?"

Leave a comment

Your email address will not be published.


*