મિત્રો તમે ગુજરાતમાં રહેતા હશો તો તમે ગોવિંદભાઈ ધોળકિયાનું નામ તો જરૂર સાંભળ્યું હશે. તમે ઘણી વખત સોશિયલ મીડિયા પર ઘણા મોટા લોકોની કાર કલેક્શન વિશે સાંભળ્યું હશે. ત્યારે આજે અમે તમને ગોવિંદભાઈ ધોળકિયાના કાર કલેક્શન વિશે વાત કરવાના છીએ.
તેમની પાસે એટલી એટલી મોંઘી કાર છે કે સાંભળીને તમે પણ ચોકી ઉઠશો. તો ચાલો જાણીએ તેમની કાર કલેક્શન વિશે. ગોવિંદભાઈ ધોળકિયાની વાત કરીએ તો, ગોવિંદભાઈ 13 વર્ષની ઉંમરે 103 રૂપિયામાં હીરા ઘસવાનું શરૂ કર્યું હતું. પછી તો ગોવિંદભાઈએ મહેનત કરીને આજે કરોડો રૂપિયાનું સામ્રાજ્ય ઊભું કરી નાખ્યું છે.
ગોવિંદભાઈ પોતાના પરિવાર સાથે સુરત શહેરમાં વસે છે. મિત્રો તમને જણાવી દઈએ કે ગોવિંદભાઈ ધોળકિયાના 17 સભ્યોના પરિવાર પાસે કાર કલેક્શનમાં અલગ અલગ મોડલની 7 જેટલી મર્સિડીઝ છે. ઉપરાંત તેમની પાસે રોલ્સ રોયલ, ફેરારી BME અને LAMBORGHINI જેવી એક થી એક ચડિયાતી કાર છે.
આટલો બધો રૂપિયો હોવા છતાં પણ ગોવિંદભાઈ એક સાદુ જીવન જીવે છે. મિત્રો તમને જણાવી દઈએ કે ગોવિંદભાઈ ધોળકિયા પોતાના કરોડો રૂપિયાના ખર્ચે પોતાના ગામનો પણ એક અનોખો વિકાસ કર્યો છે.
ગોવિંદભાઈ ધોળકિયાની વાત કરીએ તો તેઓ સુરતના અગ્રણી હીરાના વેપારી છે. ગોવિંદભાઈ રામકૃષ્ણ ડાયમંડના માલિક છે. તેમનો ધંધો માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં ફેલાયેલો છે.
ગોવિંદભાઈ ધોળકિયા પાસે રહેલી લક્ઝેરિયસ કારની કિંમતની વાત કરીએ તો, તેમની પાસે રહેલી રોલ્સ રોયલની કિંમત 10 કરોડ રૂપિયા છે. જ્યારે ફરારી કાર ની કિંમત 6 કરોડ રૂપિયા છે. આ ઉપરાંત બીજી પણ ઘણી એવી કારો છે જેની કિંમત કરોડોમાં છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ
Be the first to comment