સુરતમાં 12 ફેબ્રુઆરીના રોજ પાસોદરા વિસ્તારમાં ફેનીલ ગોયાણી નામના યુવકે એકતરફી પ્રેમમાં ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીનો જાહેરમાં તેના પરિવાર સામે જીવ લઇ લીધો હતો. કોર્ટે આરોપી ફેનીલ ગોયાણીને ફાંસીની સજા સંભળાવી છે. મળતી માહિતી અનુસાર આ કેસમાં સુરતની સેશન કોર્ટે આ બનાવને રેરેસ્ટ ઓફ ધી રેર ગણાવી આરોપી ફેનીલને સજા સંભળાવી હતી.
ત્યારે હવે આરોપીને ફાંસીની સજા યથાવત રહે તે માટે સરકારી પક્ષ દ્વારા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. ગ્રીષ્માનો કેસ કોર્ટમાં ખૂબ જ ઝડપથી ચાલ્યો હતો. પોલીસ અને ન્યાયતંત્ર દ્વારા આરોપી ફેનીલને ફાંસીના માંચડા સુધી પહોંચાડવા માટે કોઈ કસર રાખવામાં આવી ન હતી.
ત્યારે આરોપી ફેનીલને સંભળાવવામાં આવેલી ફાંસીની સજાને કન્ફર્મેશન માટે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા આરોપી ફેમિલી ફાંસીની સજા યથાવત રહે તે માટે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. હાલમાં આરોપી ફેનીલ સુરતની લાજપોર જેલમાં બંધ છે.
આરોપી ફેનીલને સુરતની લાજપોર જેલમાં કેદી નંબર 2231 આપવામાં આવ્યો છે. ફેનીલ ઈજાગ્રસ્ત હોવાના કારણે તેને જેલમાં સાફ સફાઈનું કામ સોંપવામાં આવ્યું છે. ગ્રીષ્મા કેસનો ચુકાદો 82 દિવસમાં આવી ગયો હતો.
આરોપી ફેનીલને લાજપોર જેલમાં જમવામાં દાળ, ભાત, શાક, રોટલી સહિતનું મેનુ આપવામાં આવ્યું હતું. ત્યારે હવે આરોપી ફેનીલ ગોયાણીને ક્યારે ફાંસી આપવામાં આવે તેને લઈને ગુજરાતની જનતા રાહ જોવાઇ રહી છે. હાલમાં તો સરકાર પક્ષે હાઈકોર્ટમાં અરજી કરી ફાસી યથાવત રાખવાની માંગ કરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment