ચોમાસાના અંતિમ દિવસોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા જેના કારણે સૌરાષ્ટ્રમાં ચારેકોર પાણી પાણી થઇ ગયું હતું. ભારે વરસાદના પગલે રાજકોટ, જામનગર, પોરબંદર અને જૂનાગઢ જિલ્લામાં ખેતીને ભારે નુકશાન પહોચ્યું હતું. હવે રાજ્ય સરકાર અતિવૃષ્ટિ માં થયેલા નુકશાનના પગલે ખેડૂતોને સહાય કરવા ઇચ્છુક છે.
માનવામાં આવી રહ્યું છે કે, આગામી સપ્તાહ સુધીમાં સરકાર અતિવૃષ્ટિ ને લઈને રાહત પેકેજ જાહેર કરશે.હાલ રાજ્ય સરકારે અતિવૃષ્ટિ સર્વે મા નવા તાલુકાઓનો સમાવેશ કર્યો છે.ફૂલ 4 જિલ્લાના 20 તાલુકાનો અતિવૃષ્ટિ સર્વેમાં સમાવેશ કરાયો છે.
રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે અતિવૃષ્ટિ સહાય માટે સર્વ કમિટીની રચના કરી દીધી છે. આ વર્ષે ગુજરાતમાં કુદરતી આપત્તિઓ ખેડૂતોને નુકસાન પહોંચાડયું છે.અગાઉ પણ તાઉતે વાવાઝોડાએ દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે વિનાશ વેર્યો હતું.
જેના કારણે માછીમારો સહિત ખેડૂતોને નુકસાન વેઠવું પડ્યું હતું. રાજ્ય સરકારે ખાસ રાહત પેકેજ જાહેર કર્યું હતું.રાહત પેકેજને લઈને ખુદ રૂપાણી સરકારના પૂર્વ મંત્રી પુરુષોત્તમ સોલંકીએ સરકાર સામે મોરચો માંડયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment