આજકાલ પોતાનું જીવ ટુંકો કરવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે તેવી જે એક ઘટના રાજસ્થાનના બુંદી જિલ્લામાં રવિવારના રોજ બની હતી. મળતી માહિતી મુજબ અહીં બે પ્રેમી પંખીડાઓએ ગળાફાંસો ખાઈને પોતાનો જીવ ટૂંકો કર્યો હતો. જેમાં યુવકનું મૃતદેહ ઝાડ પરથી લટકતું મળી આવ્યું હતું.
યુવતીનો મૃતદેહ કૂવાની અંદર લટકતું મળી આવ્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા અને પોસ્ટમોર્ટમ થયા બાદ બંનેના મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા.
આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે કહ્યું કે પ્રેમ સંબંધોને કારણે મોડી રાત્રે યુવકે અને યુવતીએ ગળાફાંસો ખાઈને પોતાનો જીવ ટૂંકો કર્યો હતો. મળતી માહિતી અનુસાર કરનાર દેવરાજ મીના અને પ્રિયંકા મીના નેત ગામ હિડોલી બુંદીના રહેવાસી હતા.
મળતી માહિતી અનુસાર દેવરાજ મીના ખાનગી કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો અને પ્રિયંકા મીના ધોરણ-12માં અભ્યાસ કરતી હતી. રવિવારના રોજ સવારે સાત વાગ્યાની આસપાસ બંનેના મૃતદેહ ઘરથી થોડા અંતરે ખેતરમાંથી મળી આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર લાંબા સમયથી પ્રિયંકા અને દેવરાજ વચ્ચે પ્રેમ હતો. બંને એક જ ગોત્રના હતા. બંને જાણતા હતા કે તેઓ ના લગ્ન ક્યારે પણ શક્ય નથી. એ માટે બંને પ્રેમી પંખીડાઓએ આ પ્રકારનું પગલું ભર્યું હતું.
જ્યારે આ ઘટના બની ત્યારે 8 વાગ્યાની આસપાસ પ્રિયંકા બહાર જાવ છું તેમ કહીને બહાર નીકળી હતી અને રાત્રે 12 વાગ્યાની આસપાસ દેવરાજ ખેતરમાં બળદ ચલાવવાનું કહી ને ઘર ની બહાર નીકળ્યો હતો. ત્યારે સવારમાં બંનેના મૃતદેહ તેના પરિવારજનોને ખેતરમાંથી મળ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!