ગોપાલ ઇટાલિયાએ ઘરે ઘરે જઈને આમ આદમી પાર્ટીની ગેરંટીઓની જાણકારી આપી.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ત્રીજી સપ્ટેમ્બર રાજકોટ શહેર થી આમ આદમી પાર્ટીની ગેરંટી રજીસ્ટ્રેશન ની કેમ્પેઈનની શરૂઆત કરી હતી. સ્થાનિક વિસ્તારોમાં જઈને આમ આદમી પાર્ટી એ પ્રચાર શરૂ કર્યો છે અને ત્યારબાદ નેતાઓ તથા કાર્યકર્તાઓએ સમગ્ર ગુજરાતમાં ઘેર ઘેર જઈને ડોર ટુ ડોર કેમ્પિયન શરૂ કરી છે. સમગ્ર ગુજરાતના લોકોએ પણ કેમ્પેન ને ખુબ જ સારું સમર્થન આપ્યું છે

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા નવસારીના લીમડા ચોક જલાલપુર ખાતે ડોર ટુ ડોર પ્રચાર કરીને નવસારીના લોકોને આમાંથી પાર્ટીની ગેરંટીઓની માહિતી આપી હતી અને તેઓએ વડીલોના આશીર્વાદ લીધા હતા અને સ્થાનિક લોકો વચ્ચે જઈને લોકો સાથે આમ આદમી પાર્ટીની ગેરંટી વિશે ચર્ચા કરી હતી અને દિલ્હીમાં કરેલા કામો વિશે માહિતી આપી હતી.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ એ આપેલી ગેરેન્ટી વિશેની માહિતી ગોપાલ ઇટાલીયા આપી હતી અને યુવાઓ માટે 10 લાખ સરકારી નોકરીની ગેરંટી આપી હતી અને નોકરી નહીં મળે ત્યાં સુધી દર મહિને 3000 રૂપિયા નું બેરોજગારી ભથ્થું મળશે. સરકારી પરીક્ષા આપવા જવા માટે બસ ભાડું મફત રહેશે અને 80% પ્રાઇવેટ નોકરીઓ ગુજરાતના લોકો માટે અનામત રાખવામાં આવશે અને IAS IPS એન્જિનિયરિંગ અને મેડિકલમાં એડમિશન લેવા માંગતા યુવાનો માટે જય ભીમ યોજના લાગુ કરવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*