દેશમાં કોરોનાની મહામારી છેલ્લા કેટલાક સમયથી ખાદ્યતેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો હતો. તેવામાં ખાદ્યતેલના ભાવમાં ઘટાડવા માટે સરકાર એક મહત્વનુ પગલુ ઉઠાવ્યું છે. હાલમાં દેશમાં ખાદ્ય તેલનું ઉત્પાદન ખૂબ જ ઓછું થઈ રહ્યું છે.
તેના કારણે ભારત દેશ વિદેશમાંથી મોટાભાગનું ખાદ્યતેલની આયાત કરે છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ લગભગ 20 ટકા જેટલો ઘટાડો કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત ખાતે મંત્રાલયને જણાવ્યું કે સોયાબીન નો નવો પાક ઓક્ટોબર મહિનામાં આવી જશે હાલમાં માર્કેટમાં સોયાબીન ની આવક ખૂબ જ સારી છે.
ખાદ્યતેલમાં ઘટાડાની વાત કરીએ તો પામોલીન તેલમાં 142 રૂપિયા પ્રતિ કિલો માં ઘટાડા સાથે 115 રૂપિયા પ્રતિ કિલો કરવામાં આવ્યું. સૂરજમુખીના તેલના ભાવમાં 183 રૂપિયા પ્રતિ કિલો નો ઘટાડા સાથે 157 રૂપિયા પ્રતિ કિલો થયો છે.
સોયા તેલમાં 15 ટકા અને સરસિયાના તેલમાં 10 ટકાનો ઘટાડો થયો છે. નાળિયેરના તેલમાં 8 ટકાના ઘટાડા સાથે 190 રૂપિયા ના બદલે 174 રૂપિયા મળશે.
આ ઉપરાંત મગફળી ના તેલ માં પણ 8 ટકાનો ઘટાડો થયો. વનસ્પતિ ઘી ના ભાવમાં પણ 8 ટકાનો ઘટાડો થયો 154 ને બદલે 141 રૂપિયામાં મળશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment