હાલમાં નવી મુંબઈની વાશી મંડીમાં હાફૂસ કેરી સહિત અન્ય બીજી કેરીઓની આવક વધી રહી છે. બીજી તરફ ખેડૂતોનું કહેવું એમ છે કે અગાઉના ઉત્પાદન ઘટવા થી તે લોકો ચિંતિત હતા પરંતુ હવે આવક વધવાથી ભાવ નીચે આવવા લાગ્યા છે. રત્નાગીરી હાફૂસ કેરીનો લોકો બેસબરીથી રાહ જોઈ રહ્યા છે.
પરંતુ ગત વર્ષમાં વરસાદ અને વાવાઝોડાને કારણે કેરીના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો હતો. કેરીના ઉત્પાદનમાં ઘટાડો હોવાથી કેરીના ભાવ માં વધારો થયો હતો. જેના કારણે હાફૂસ કેરી બજારમાં મોટી મોડી આવી અને ભાવ પણ વધેલા જોવા મળ્યા. વધેલા ભાવોને કારણે દરેક લોકો ખરીદતા ન હતા અને ભાવ ઘટવાની રાહ જોઈ રહ્યા હતા.
ત્યારે તેના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બેસબરી થી હાફુસ કેરીના ભાવ ઘટવાની રાહ જોઈ રહ્યા હતું પરંતુ દર વર્ષની સરખામણીમાં આ વર્ષે શરૂઆતમાં કેરીનો ભાવ પાંચસોથી સાતસો રૂપિયા પ્રતિ ડઝન એ વધારે હતો જેના કારણે કેરીના ભાવ 2000 થી 6000 રૂપિયા પ્રતિ ડઝન સુધી પહોંચી ગયા હતા.
એ હવે રાહતના સમાચાર છે કેરી પ્રેમીઓ માટે કે હવે જથ્થાબંધ બજારમાં હાફૂસ કેરી 1200 થી 4000 પ્રતિ ડઝન ના ભાવે ઉપલબ્ધ છે. આલફોનસો એ સૌથી ખાસ કેવી છે. દર વર્ષે ઉનાળાની શરૂઆત થતાં તેને ખાવાની લોકોમાં વિશેષ ઉત્સુકતા જોવા મળે છે.
કોંકણ દેશમાં કેરીનું આગમન માચઁ ની શરૂઆતમાં થઈ જાય છે .પરંતુ આ વર્ષે કુદરતના પ્રકોપને કારણે ઉત્પાદન પર અસર પડી હતી જેના કારણે ઉત્પાદનમાં ઘટાડો થયો હતો. કૃષિ નિષ્ણાંતો કહે છે કે શરૂઆતમાં કેરીના ભાવ વધારે હશે પરંતુ સિઝનના અંતે થોડાક અંશે નીચે આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment