ઉનાળાની શરૂઆત થતાં જ કેરીના રસિકો જેની રાહ જોતા હોય છે તે કેરી નું ગુજરાતમાં આગમન થઇ ગયું છે. ગોંડલ માર્કેટયાર્ડમાં મીઠી મધુર કેસર કેરીનું આગમન થઇ ગયું છે. સૌરાષ્ટ્રમાં નંબર વન ગણાતા ગોંડલ શાકભાજી અને.
ફ્રુટ માર્કેટ યાર્ડ માં છેલ્લા બે-ત્રણ દિવસથી મીઠી મધુર અને ફળોની રાણી કહેવાતી કેસર કેરીનું આગમન થવા પામ્યું છે. આ વર્ષે કેસર કેરીનું આઠથી દસ દિવસ વહેલાં આગમન થયું છે.
કેસર કેરીની સીઝનની શરૂઆત જ સ્વાદ પ્રેમીઓ માટે કેરી ની સારી આવક જોવા મળી રહે છે. હાલમાં ગોંડલ માર્કેટયાર્ડમાં કંટાળા, જસાધાર, ઉના.
તાલાલા સહિતના પંથક માંથી કેસર કેરીની આવક જોવા મળી રહી છે. ક્યારે યાર્ડમાં કેસર કેરીની સીઝનના પ્રારંભ સાથે કેરીના 1200 થી 1500 બોક્સની આવક થવા પામી છે.
કેરીની હરાજી માં 10 કિલો કેસર કેરીના બોક્સનો ભાવ 800 થી લઈને 1400 સુધીના બોલાયા હતા. ખેડૂતો અને વેપારીઓના જણાવ્યા મુજબ.
આ વર્ષે કેસર કેરીની સીઝન વહેલી શરૂ થવાની સાથે લાંબી ચાલે તેમ છે તો બીજી તરફ સિઝનના પ્રારંભની સાથે કેસર કેરી પકવતા ખેડૂતોને કેરીના સારા ભાવ મળી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment