રાજ્યભરના અને ખાસ કરીને સૌરાષ્ટ્રના ખેડૂતો માટે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. હવામાન વિભાગના મુખ્ય રાજ્યમાં કમોસમી વરસાદનું સંકટ ટળી ગયું છે.
ગુજરાતમાં હવે વરસાદ નહીં પડે અને અરેબિયન સીમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનની અસર ગુજરાત પર નહીં પડે. ડિપ્રેશનના કારણે વાદળછાયું વાતાવરણ જોવા મળશે પરંતુ વરસાદ નહીં પડે.
જોકે માછીમારોને દરિયો ન ખેડવાની હવામાન વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે દિવાળી બાદ રાજ્યમાં હવે શિયાળાની સવાર માં વહેલી સવારે ફૂલગુલાબી ઠંડીનો ચમકારો લોકોને અનુભવાઇ રહ્યો છે.
સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી જેમાં ખાસ કરીને જુનાગઢ રાજકોટ દ્વારકા અને જામનગર માં વરસાદ ની આગાહી કરવામાં આવી હતી.
ખુલ્લામાં પડેલા પાકને નુકસાન ન થાય તે માટે જરૂરી પગલાં લેવા પણ હવામાન વિભાગે જાણ કરી હતી.નોંધનીય છે કે અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરની અસરથી ગુજરાતમાં માવઠું થવાની શક્યતાઓ
છે તેવી આગાહી કરાઇ હતી.10 નવેમ્બર સુધી રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છના દરિયા કાંઠા વિસ્તારોમાં માવઠું થાય તેવી સંભાવના છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment