ગુજરાતના ખેડૂતો માટે વહેલી તકે આવી શકે છે સારા સમાચાર,જુઓ ભૂપેન્દ્ર દાદા નો શું છે પ્લાન

ગુજરાતમાં આવેલા અતિક્રમી એવા તોકતે વાવાઝોડા અને ત્યારબાદ અતિવૃષ્ટિ વરસાદે સૌરાષ્ટ્ર, ગુજરાતના કેટલાક ખેડૂતોના ઉભા પાકને ધોઈ નાખ્યો પરિણામે ખેડૂત સરકાર સામે કોઈ મોટી સહાય જાહેર થાય તે આશા એ બેઠી છે ત્યારે સરકાર પણ ખેડૂતો માટે મોટો નિર્ણય કરી શકે છે.

ખેડૂતોને રાહત સહાય માં મોટો વધારો વિઘાદીઠ આપી સરકાર ખેડૂતોના ચહેરા પર હાસ્ય જોવા ઉત્સુક છે.વિઘાદીઠ કેટલી સહાય આપવી તેનો નિર્ણય મુખ્યમંત્રી જ કરશે.ગુજરાત વિધાનસભાનું સત્ર આગામી 27-28 તારીખે મળશે અને ત્યારબાદ રાજ્ય સરકાર ખેડૂતોના હિતમાં નિર્ણય કરશે.

હાલમાં ખેડૂતો ને SDRF ના ધારા ધોરણ મુજબ સહાય ચૂકવાય છે. આ સહાયમાં ખેડૂતોને વિઘાદીઠ 6800 ની સહાય મળી રહી છે.વિધાનસભા સત્ર બાદ સહાય પેકેજ ની જાહેરાત થઈ શકે છે અને તેમાં પાક નુકશાન સહાય ની રકમ માં વિઘા દીઠ ₹ 10 થી 15 હજાર વધી શકવાની સંભાવના જોવાઇ રહી છે.

વિઘાદીઠ ₹20 હજારની સહાય બાબતે રાજ્યના મુખ્યમંત્રી નિર્ણય લેશે.સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં તોકતે અને ત્યારબાદ પાછોતરા વરસાદે ભારે તબાહી મચાવી છે. ખાસ કરીને જામનગર, જુનાગઢ, ગીર સોમનાથ અને રાજકોટ જિલ્લા ઉપરાંત તોકતેએ ગીર સોમનાથ, અમરેલી જિલ્લાની ખેતીને લગભગ બરબાદ કરી નાખી હતી. હવે જ્યારે સહાય પેકેજ વધારવા માટે ખેડૂતોની માંગ ઉઠી છે ત્યારે ખેડૂતો માટે હિતકારી નિર્ણય સરકાર કરી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*