ખેડૂતો માટે ખુશીના સમાચાર : રાજ્યની આ માર્કેટયાર્ડમાં મણ કપાસના ભાવ 3050 રૂપિયા બોલાયા…

આ વર્ષે ખેડૂતોને કપાસના ભાવ મોટાભાગની માર્કેટયાર્ડમાં ખૂબ જ સારા મળી રહ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડમાં કપાસના ભાવમાં ફરી એક વખત ઉછાળો આવ્યો છે. અહીં માણસ કપાસના ભાવ રેકોર્ડ બ્રેક સપાટીએ પહોંચી ગયા છે. રેકોર્ડ બ્રેક મણના રૂપિયા 3050 રૂપિયા બોલાવ્યા છે.

સૌરાષ્ટ્રની જેતપુર માર્કેટયાર્ડમાં કપાસના સૌથી ઊંચા ભાવ બોલાયા છે. એટલું જ નહિ પરંતુ ચાલુ વર્ષમાં ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ કપાસના ભાવ આસમાને સપાટીએ પહોંચ્યા છે. કપાસનું ઉત્પાદન હોવાના કારણે કપાસના ભાવ સતત વધી રહ્યા છે.

ગત વર્ષ કરતા આ વર્ષે કપાસના ભાવમાં ત્રણ ગણો વધારો થયો છે. આ વર્ષે કપાસનું મોટા પ્રમાણમાં વાવેતર થવાની શક્યતાઓ છે. 14 તારીખના રોજ રાજકોટ મણ કપાસનો ભાવ 2350 થી 2750 રૂપિયા સુધી બોલાવ્યો હતો. કપાસના ભાવ ખૂબ જ ઊંચા બોલાયા હોવાના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી.

ગયા વર્ષે કપાસનું ઉત્પાદન થતાં ચાલુ વર્ષમાં ખેડૂતોને કપાસ નો ભાવ ખૂબ જ સારો મળી રહ્યો છે. હજુ પણ આગામી સમયમાં કપાસના ભાવમાં વધારો થઈ શકે તેવી શક્યતાઓ છે. આ વર્ષે ખેડૂતોને કપાસની સાથે અન્ય પાકની કિંમત પણ ખૂબ જ સારી મળી રહે છે.

આ વર્ષે સૌથી વધારે મણ કપાસનો ભાવ 3050 રૂપિયા બોલાયો છે. હજુ પણ આગામી સમયમાં કપાસનો ભાવ વધુ બોલાય શકે તેવી શક્યતાઓ છે. જો આ વર્ષે રાજ્યમાં વરસાદ સારો રહ્યો હતો. ખેડૂતોને કપાસનું ઉત્પાદન સારું થશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*