મહારાષ્ટ્રના ખાનદેશ જિલ્લામાં કપાસનું વ્યાપક પણે વાવેતર થાય છે. આ વર્ષે સોયાબીન ઉત્પાદન ઘણા વિસ્તારોમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે. કપાસનું વાવેતર થતાં જ વરસાદ આવતાં ભારે નુકસાન થયું
હતું. કપાસના વધતા ભાવ હાલ ચર્ચાનો વિષય બન્યા છે ત્યારે મહારાષ્ટ્રમાં કપાસના ભાવ દિન-પ્રતિદિન વધી રહ્યા છે.તેની માંગમાં વધારો અને પુરવઠો મર્યાદિત હોવાના કારણે ભવિષ્યમાં કપાસના ભાવ
સ્થિર રહેવાની ધારણા સેવાઇ રહી છે. આ વર્ષે વાતાવરણમાં બદલાવ અને ભારે વરસાદના કારણે કપાસના પાકમાં નુકસાન થયો છે. કપાસની માંગ વધવાને કારણે ભાવમાં ઉછાળો આવ્યો છે.
આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કપાસની સારી માંગના કારણે તેના ભાવ રૂપિયા 9000 થી વધુ પહોંચી ગયા છે. વરસાદના કારણે ઉત્પાદનમાં મોટો ઘટાડો આવ્યો છે ત્યારે કપાસના ઉત્પાદકો પણ ભારે કપાસના કારણે
સારા ભાવ ન મળતા વેચાણ કરવા માંગતા નથી. છેલ્લા આઠ દિવસથી કપાસના ભાવમાં તેજી જોવા મળી છે ત્યારે બે મહિના પહેલા કપાસ જે 5200 પ્રતિ ક્વિન્ટલ હતો તે આજે વધીને 9 હજાર સુધી પહોંચી ગયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment