દેશમાં કોરોનાની મહામારી ના કારણે સરકાર સતત ખેડૂતો માટે નવી નવી યોજનાઓ બહાર પાડી રહી છે તેવામાં રાજસ્થાન સરકારે ખેડૂતો માટે મહત્વની યોજના બહાર પાડી. રાજ્ય સરકારે ખેડૂતોને વિદ્યુત કનેક્શન પર દર મહિને 1000 રૂપિયાની રાહત આપી.
મુખ્યમંત્રી એ કિસાન મંત્રી યોજના યોજનાને મંજૂરી આપી છે. આ યોજનામાં કૃષિ ક્ષેત્રે થી જોડાયેલા લોકોને લાઈટ બિલ પર દર મહિને 1000 રૂપિયાની રાહત આપવામાં આવી. દર મહિને હજાર લેખે ખેડૂતોને વાર્ષિક 12 હજારની રાહત મળશે.
આ યોજનામાં સામાન્ય શ્રેણીના ગ્રામીણ કૃષિ ઉપભોક્તાઓને યોજનાનો લાભ મળી શકે છે. આ યોજનામાં સરકાર દ્વારા દર 1450 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે. આ યોજના ખેડૂતોને 2021 મળવાનું શરૂ થશે. આ યોજનામાં ખેડૂતોને 60 ટકા અને તેના વધારેમાં વધારે 1000 રૂપિયાની રાહત આપવામાં આવશે.
આ રીતે મેળવી શકો છો આ યોજનાનો લાભ.
આ યોજનાનો લાભ મેળવવા માટે કૃષિ ગ્રાહકોને પોતાનું આધાર અને બેંક લીંક કરાવવુ પડશે. આ ઉપરાંત ગ્રાહકોને આગળના કોઈપણ કૃષિ બિલ બાકી ન આવવા જોઈએ. જો આગળ મહિના ની રકમ ભરવાની બાકી હોય તો તે રકમ ભર્યા બાદ તેના આગામી મહિનામાં આ યોજનાનો લાભ મળશે.
તે ખેડૂતોને બિલ હજાર રૂપિયાથી ઓછું આવે છે તેવા ખેડૂતોને પણ આ યોજનાનો લાભ મળશે પરંતુ આ ખેડૂતોને તેની બચતની રકમ તેમના ખાતામાં જમા કરી દેવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment