કોરોનાની મહામારી મા કેન્દ્ર સરકાર તરફથી ખેડૂતો માટે આવશે સારા સમાચાર. જે લોકો ગયા મહિનામાં બે હજાર રૂપિયાનો લાભ નહીં મળી હોય તો તેને કેન્દ્ર સરકાર દ્વારા આ લાભ આપવામાં આવશે. કેન્દ્ર સરકાર આ મહિને ખેડૂતોના ખાતામાં 4000 રૂપિયા ટ્રાન્સફર કરી શકે છે.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂત અને ચાર હજાર રૂપિયા મળે તેવી શક્યતા છે. સરકારે થોડાક સમય પહેલાં જ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. જો તમારે પણ આ યોજનાનો લાભ મેળવવો હોય તો આ રીતે રજીસ્ટ્રેશન કરાવી શકો છો.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નવ કરોડ થી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવી દીધું છે. રજીસ્ટ્રેશન કરાવવા માટે પ્રધાનમંત્રી કિસાન યોજના ઓફિસિયલ વેબસાઈટ pmkisan.gov.in પર જઈ તમારે ફોર્મ ભરવાનું રહેશે.
રજિસ્ટ્રેશન થયા બાદ તમારા બેન્ક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી દેવામાં આવશે. પરંતુ કેટલાક ખેડૂતો એવા છે કે જેને ગયા મહિનામાં બે હજાર રૂપિયાનો લાભ નથી મળ્યો. કારણ કે તેમણે આ યોજના અંગત રજિસ્ટ્રેશન કરાવ્યું ન હોય.
તો આવા ખેડૂતોને 30 જુન સુધી પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે. અને જે લોકોને મંજૂરી મળી ગઈ છે તે લોકોને એપ્રિલ અને જુલાઈમાં મહિનામાં હપ્તો મળી જશે.
આ રીતે રજીસ્ટ્રેશન કરાવી શકો છો.
- સૌપ્રથમ તમારે PMKISAN.GOV.IN પર જવું પડશે.
- ત્યારબાદ એક નવું પેજ ઓપન થશે તેમાં NEW FARMER REGISTRATION ના વિકલ્પ પર ક્લિક કરવું પડશે.
3. ત્યારબાદ એક નવું ટેબ ઓપન થશે ત્યાં આધારકાર્ડ નો નંબર અને કેપચા કોડ ભરવાનો રહેશે.
4. ત્યાર બાદ તમારે તમારી જમીન વિશે સંપૂર્ણ માહિતી આપવાની રહેશે.
5. સંપૂર્ણ માહિતી ભર્યા બાદ SUBMIT બટન પર ક્લિક કરી દો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment