આજરોજ લાભપાંચમથી રાજ્ય સરકારે માર્કેટ યાર્ડમાં મગફળીની ખરીદી શરૂ કરવા જઇ રહી છે. રાજ્યના 155 એપીએમસી કેન્દ્રો પર લાભપાંચમથી મગફળીની ખરીદી શરૂ થઈ જશે
જેની માટે 450 કરતા વધુ કર્મચારીઓના સ્ટાફ કામે લાગી જશે. ઉપરાંત કૃષિ યુનિવર્સિટીના 150 અધિકારીઓ સુપરવિઝન કરશે.મગફળીની ખરીદી માટે સરકાર વિડીયોગ્રાફી ની મદદ લેશે.
સીસીટીવી કેમેરાના નિરીક્ષણ હેઠળ મગફળીની ખરીદી કરાશે. 155 એપીએમસી કેન્દ્રો પર લાભ પાંચમ થી મગફળીની ખરીદી શરૂ થઈ જશે.450 કરતા વધુ કર્મચારીઓનો સ્ટાફ કામે લાગી જશે. એપ્રેન્ટીસ એક્ટ અંતર્ગત વધારાના 120 અધિકારીઓને કામગીરી સોંપાય છે.
રાજ્યભરના અને ખાસ કરીને સૌરાષ્ટ્રના ખેડૂતો માટે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. હવામાન વિભાગના મુખ્ય રાજ્યમાં કમોસમી વરસાદનું સંકટ ટળી ગયું છે.
ગુજરાતમાં હવે વરસાદ નહીં પડે અને અરેબિયન સીમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનની અસર ગુજરાત પર નહીં પડે. ડિપ્રેશનના કારણે વાદળછાયું વાતાવરણ જોવા મળશે પરંતુ વરસાદ નહીં પડે. જોકે માછીમારોને દરિયો ન ખેડવાની હવામાન વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment