રાજ્યમાં કોરોનાની મહામારી ઘટાડો થઈ રહ્યો છે અને કોરોના કારણે મૃત્યુ પામતા લોકોનો પણ ઘટાડો થઈ રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી કે ચોમાસુ ઝડપથી અરબી સમુદ્ર તરફ આગળ વધી રહ્યું છે. આ પરથી સાબિત થાય છે કે બે દિવસમાં જ ચોમાસુ મુંબઈ શહેરમાં પહોંચી શકે તેવી શક્યતા છે.
આ ઉપરાંત હવામાન વિભાગે આગાહી કરી કે ગુજરાત રાજ્યમાં 11 થી 13 જૂન વચ્ચે રાજ્યમાં ચોમાસાનો વીક છે. હવામાન વિભાગની આગાહી રાજ્યમાં આ વર્ષે ચોમાસું જલ્દી આવી શકે તેવી શક્યતા છે અન્ય સમાચાર ખેડૂતો માટે ખૂબ જ લાભદાયક છે.
હવામાન વિભાગનું કહેવું છે કે ગયા વર્ષે રાજ્યમાં ચોમાસાનું આગમન 20 થી 25 જૂન વચ્ચે થયું હતું. પરંતુ આ વર્ષે ચોમાસાનું આગમન 11 થી 13 જૂન વચ્ચે થઈ શકે તેવી શક્યતા છે.
હવામાન વિભાગનું કહેવું છે કે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પ્રિ મોન્સુન ના પગલે આ વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે.
આ ઉપરાંત રાજ્યમાં 8 થી 9 જૂન વચ્ચે જુનાગઢ, પોરબંદર, દીવ, વડોદરા અને નવસારીમાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ પડે તેવી શક્યતા છે. આ ઉપરાંત રાજ્યમાં 10 થી 11 જૂન વચ્ચે જુનાગઢ, ભાવનગર, અમરેલી, રાજકોટ અને પોરબંદરમાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ પડે તેવી સંભાવના છે.
ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રમાં ભારે ગરમીના કારણે લોકો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે જો વરસાદ આવે તો આ વિસ્તારના લોકોને ગરમીમાંથી રાહત મળી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment