સીંગતેલના ભાવ વધારાએ ઇતિહાસ રચ્યો છે. નવી સીઝન વેળાએ ભાવ ઘટવાને બદલે સતત બેફામ રીતે વધવા લાગ્યા છે. સીંગતેલનો ડબ્બો 2300 ની નજીક પહોંચ્યાંનું અત્યાર સુધીના ઈતિહાસમાં પ્રથમ વખત બન્યું છે. સૌરાષ્ટ્ર-ગુજરાતમાં સારા વરસાદને પગલે મગફળીનું મબલખ ઉત્પાદન થયું હતું એટલે આ નવા વર્ષે ખાધ તેલ સસ્તા મળ્યા નો આશાવાદ હતો. પરંતુ તેનાથી વિપરીત ભાવો બેફામ વધી રહ્યા છે. સીંગતેલ લુઝ નો ભાવ આજે બપોર સુધીમાં જ 25 રૂપિયા વધીને 1350 થયા હતા. સીંગતેલ ટેક્સપેઇડ નવા ડબ્બાનો ભાવ 2300 ની નજીક પહોંચ્યો હોય તેમ 2280 થયો હતો.
વેપારીઓ દ્વારા કહેવામાં આવ્યું કે ચાલુ ઓક્ટોબર મહિનામાં અત્યાર સુધીના 21 દિવસમાં 165 રૂપિયાનો ભાવ વધારો થયો છે. 1લી ઓકટોબરે સિંગતેલના નવા ડબ્બાનો ભાવ 2115 હતો તે આજરોજ 2280 છે. છેલ્લા 12 દિવસમાં જ 125 રૂપિયા વધી ગયા છે જ્યારે એક મહિનામાં અંદાજે 200 રૂપિયાની તેજી થઈ ગઈ છે. ખેડૂત માટે આ સારા સમાચાર છે વરસાદના કારણે થયેલા નુકસાનની ભરપાઈ થઇ શકે છે.
વેપારી કહેવા પ્રમાણે તેલ મિલારો નિવાસી સોદાની સપ્લાયમાં પડ્યા છે એટલે હાજર માર્કેટમાં સપ્લાય ઓછી છે. ચીન માટે જંગી નિકાસ વેપાર થયા છે અને હજુ ચાલુ છે. સિંગદાણામાં મોટા વેપાર થયા છે આ સંજોગોમાં માલ નું દબાણ ઊભું થઈ શકતું નથી.મગફળીનો આવકો વધી રહી છે જે વધુ સંખ્યામાં તેલનો પણ ધમધમવા લાગી હોવા
છતાં હજાર બજારમાં કોઈ દબાણ વર્તાતું ન હોવાનું સૂચક છે. શેરબજારના સૂત્રોએ કહ્યું કે 10 કિલો લુઝનો ભાવે અંદાજે 1350 થયો હતો. હજુ પણ એકાદ દિવસમાં ભાવ 1400 એ આંબી જશે. સીંગતેલ ની જેમ મગફળીના ભાવો પણ ઉચકતાં રહ્યા છે. ખેડૂતો માટે સારા સમાચાર.
માર્કેટ યાર્ડમાં આજે મગફળી હરાજીમાં ઊંચામાં 1140 સુધીના ભાવે વેચાઇ હતી પરંતુ વેપારીઓએ કહ્યું કે સારી ક્વોલિટી હોય તો 1200 જેવા ભાવ પણ મળી રહ્યા છે. અત્યારની સ્થિતિએ સરેરાશ 1000 રૂપિયા મળે છે.
અને સરકારી ટેકા નો ભાવ 1055 છે.ખેડૂતોને ખુલ્લા બજારમાં જ સારા ભાવ મળ્યા લાગ્યા હોવાથી યાર્ડમાં વેપાર વધવાનું મનાય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment