પેટા ચૂંટણીને લઈને સૌરાષ્ટ્રમાંથી કોંગ્રેસ માટે આવ્યા મોટા સમાચાર.

Published on: 4:31 pm, Fri, 23 October 20

જેમ જેમ પેટા ચૂંટણી નજીક આવી રહી છે એમ બંને રાજકીય પાર્ટી માં નવા નવા વલણોનો જોવા મળી રહ્યા છે. ક્યાંક કોંગ્રેસમાં ભંગાણ થયું છે તો ક્યાંક ભાજપમાં ભંગાણ જોવા મળ્યું છે. સૌરાષ્ટ્રમાંથી કોંગ્રેસ ને લઈને એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. પક્ષ પલટા ની મોસમ વચ્ચે ભાવનગર પાસે આવેલા બોટાદના ગઢડાના ઢસા ગામે પણ પુરષોત્તમ રૂપાલા ની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં કોંગ્રેસના 150 થી પણ વધારે કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ ગયા છે.

કોંગ્રેસના ૧૫૦થી પણ વધારે કાર્યકર્તાઓ ભાજપમાં જોડાતા ગઢડા થી લઈને ભાવનગર ભાજપની લોબીમાં આનંદ જોવા મળ્યો હતો. આ જાહેરસભામાં પ્રભારી અમો ભાઈ શાહ, કિસાન મોરચાના પ્રમુખ બાબુભાઈ જેબલીયા, જિલ્લા પ્રમુખ સુરેશભાઈ ગોધાણી જેવા જાણીતા નેતા એ ખાસ હાજરી આપી હતી.

રાજ્યની આઠ બેઠક પર જોરશોરથી પ્રચાર કરવા માટે ભાજપે કેટલાક પોતાના જાણીતા ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા છે. 3 નવેમ્બર રોજ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે.

અને તેનું પરિણામ 10 નવેમ્બર રોજ જાહેર થવાનું છે. અગાઉ 8 ધારાસભ્ય રાજીનામું આપી દેતા આ બેઠકો ખાલી પડી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!