ખેડૂતો માટે ખુશીના સમાચાર! હવામાન વિભાગના અનુમાન મુજબ આ વર્ષે ખેડૂતો માટે ચોમાસુ સારુ રહેશે…

વરસાદની રાહ જોતા ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આ વર્ષે ખેડૂતો માટે ચોમાસું ખૂબ જ સારું રહેશે. ગયા વર્ષે આવેલા વાવાઝોડા અને કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. પરંતુ હવામાન વિભાગના અનુમાન મુજબ આ વર્ષે ખેડૂતો માટે ચોમાસાની સીઝન સારી રહેશે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાત રાજ્યમાં જુન મહિનામાં ચોમાસાનું આગમન થશે. કેરળમાં 29 મેના રોજ ચોમાસું બેસી ગયું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આ પંદર દિવસ બાદ ગુજરાત રાજ્યમાં વરસાદ નું આગમન થશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ વર્ષે દેશમાં સારો વરસાદ પડવાનું અનુમાન છે.

આ વર્ષે દેશમાં હવામાન વિભાગના અનુમાન મુજબ 103 ટકા સરેરાશ વરસાદ પડશે. ગુજરાત રાજ્યમાં જુન મહિનામાં ચોમાસુ બેસી જશે. આ વર્ષે ગુજરાત રાજ્યમાં ખૂબ જ સારો એવો વરસાદ પડશે તેવું હવામાન વિભાગનું કહેવું છે. જૂન મહિનામાં વરસાદનું આગમન થતાં જ ગુજરાત વાસીઓને ગરમીથી રાહત મળશે.

રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાંથી ત્રણ વર્ષ દરમિયાન રાજ્યમાં સરેરાશથી વધારે વરસાદ પડ્યો હતો. પરંતુ જ્યારે બે વર્ષમાં રાજ્યમાં સરેરાશથી પણ ઓછો વરસાદ પડયો છે. હવામાન વિભાગના અનુમાન મુજબ કેરળમાં વરસાદ આવ્યા બાદ મુંબઈમાં વરસાદનું આગમન થતું હોય છે અને ત્યારબાદ ગુજરાતના દક્ષિણ ભાગમાં વરસાદનું આગમન થતું હોય છે.

આ ઉપરાંત હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે પણ ગુજરાત રાજ્યમાં ચોમાસાના આગમનને લઇ ને આગાહી કરી છે. અંબાલાલ પટેલ ની આગાહી મુજબ ગુજરાત રાજ્યમાં 14 અને 15 જૂન આસપાસ સારો એવો વરસાદ થયો છે. 10 જૂન સુધીમાં ગુજરાત રાજયમાં વરસાદનું આગમન થઇ જશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*