આ યુવક IPLની ફાઇનલ મેચમાં ડાન્સ પર્ફોમન્સ આપે, તે પહેલા તો યુવકનું અકસ્માતમાં કરૂણ મૃત્યુ – યુવકનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો…

Published on: 4:43 pm, Tue, 31 May 22

ગુજરાતના બે ત્રણ દિવસ પહેલાં બનેલી એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં પાટડી તાલુકાના આદરીયાણાના આશાસ્પદ યુવાનનું અકસ્માતમાં કરુણ મૃત્યુ નીપજયું હતું. યુવાનનું મૃત્યું થતાં જ પરિવાર પર આભ તૂટી પડયું હતું.

મળતી માહિતી અનુસાર જ્યારે યુવાનો આઈપીએલની મેચ જોઈને પરત ફરી રહ્યો હતો. ત્યારે કારની અડફેટમાં આવી જતા યુવાનનું મૃત્યુ નિપજયું હતું. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલો યુવક રવિવારના રોજ યોજાયેલી આઇપીએલની ફાઇનલ મેચમાં ડાન્સ પર્ફોમન્સ આપવાનો હતો.

મૃત્યુ પામેલા યુવાનનું નામ વેદાંત ધર્મેન્દ્રભાઈ રાવલ હતું. વેદાંત ગાંધીનગરમાં આવેલી નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતો હતો. રવિવારના રોજ વેદાંત પોતાના મિત્રો સાથે મોટેરા સ્ટેડિયમમાં આઈપીએલની ફાઈનલ મેચમાં ગ્રુપ ડાન્સ પરફોર્મન્સ આપવાનું હતું.

એટલે તે રિહર્સલ કરવા માટે ગયો હતો અને ત્યાંથી તે રાત્રે ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે તેની સાથે આ અકસ્માતની ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર જ્યારે વેદાંત રાત્રે પરત ફરી રહ્યો હતો. ત્યારે તે એક બાંકડા પર બેઠો હતો. આ દરમિયાન રાત્રિના અંધારામાં પુરપાટ ઝડપે આવતી એક કારે વેદાંતને જબરદસ્ત ટક્કર લગાવી હતી.

આ અકસ્માતની ઘટનામાં વેદાંત ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યાં સારવાર દરમિયાન વેદાંતનું કરૂણ મૃત્યુ થયું હતું. આ ઘટનાની જાણ થતાં વેદાંતના પરિવારના લોકો તાત્કાલિક હોસ્પિટલ દોડી આવ્યા હતા.

ત્યાં મૃતદેહ જોઈને પરિવારના દરેક લોકો ચોધાર આંસુએ રડી પડ્યા હતા. વેદાંત મૃત્યુ થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. વેદાંતની અંતિમ યાત્રા વખતે આખું ગામ હિબકે ચડયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!