ખેડૂતો માટે ખુશીના સમાચાર : વાવણી લાયક વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, આ તારીખથી વાવણીલાયક વરસાદ વરસશે…

ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડાક સમયથી અનેક વિસ્તારોમાં સારો વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ પણ જોવા મળી છે. ત્યારે રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા વધુ એક આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, મધ્ય અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઇ છે.

ત્યારે આજરોજ રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે તેવી હવામાન વિભાગની આગાહી છે. ઉપરાંત હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં પણ આજથી ત્રણ દિવસ સુધીમાં વરસાદ વરસી શકે છે. ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાની એન્ટ્રી થઇ ગઇ છે. એવામાં હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલ દ્વારા પણ એક આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર, રાજ્યમાં 23 જુનથી 3 જુલાઈ સુધી વાવણી લાયક વરસાદ વરસશે. ઉપરાંત અનેક જગ્યાએ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે.

જ્યારે ગુજરાતમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. હવામાન વિભાગ દ્વારા અમદાવાદ, વડોદરા, આણંદ અને પંચમહાલમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે.

ગઇકાલની વાત કરીએ તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદે બઘડાટી બોલાવી હતી. ગઈકાલે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદી માહોલ જામ્યો હતો. સુરતમાં વરસાદી ઝાપટા આવવાને કારણે સુરતવાસીઓને ગરમીથી થોડી રાહત મળી છે. ધીમે ધીમે રાજ્યમાં ચોમાસાનું આગમન થઈ રહ્યું છે.

ગઈકાલે વાપી અને તેની આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો હતો. અહીં વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. જૂનાગઢમાં પણ ગઈકાલે સારો એવો વરસાદી માહોલ જામ્યો હતો. ત્યારે વિસાવદરમાં ગઈકાલે એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*