દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં દિવસેને દિવસે સતત વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ દિવસેને દિવસે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગઈકાલે 22 કેરેટ સોનાનો ભાવ 482300 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતો તે ભાવમાં આજે ઘટાડા સાથે સોનાનો ભાવ 478500 રૂપિયા થયો છે.
એક જ દિવસમાં સોનાના ભાવમાં 3800 રૂપિયાનો ઘટાડો થયો છે. સોનાનો ભાવ ઇન્ટરનેશનલ માર્કેટ પર આધારિત હોય છે તે ભાવ પ્રદેશ નક્કી ન કરી શકે. હાલમાં ગુજરાતમાં 24 કેરેટ સોનાનો ભાવ 50000 હજારથી 50500 રૂપિયા આસપાસ છે.
આ ઉપરાંત ગુજરાતમાં હાલમાં ચાંદીનો ભાવ 71 હજાર રૂપિયાથી 72 હજાર રૂપિયાની આસપાસ છે. આજનો ચાંદીનો ભાવ જાય તો 10 ગ્રામ ચાંદીનો ભાવ 713 રૂપિયા, 100 ગ્રામ ચાંદીનો ભાવ 71300 રૂપિયા, એક કિલો ચાંદીનો ભાવ 71300 રૂપિયા નોંધાયો છે.
આજે ચાંદીના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો થયો છે. આજે 22 કેરેટ સોનાના ભાવમાં 3800 રૂપિયાનો જબરદસ્ત ઘટાડો થયો છે. 10 ગ્રામ સોનાનો ભાવ 488500 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 478500 રૂપિયા નોંધાયો છે.
આ ઉપરાંત 24 કેરેટ સોનાના ભાવમાં 3700 રૂપિયાનો ઘટાડો થયો છે. આજે 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 49860 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 498600 રૂપિયા નોંધાયો છે.
છેલ્લા આઠ દિવસમાં થતી 22 કેરેટનો 100 ગ્રામ સોનાનો ભાવ જોઈએ તો 9 તારીખ ના રોજ 484000 રૂપિયા, 10 તારીખ ના રોજ 484000 રૂપિયા , 11 તારીખ ના રોજ 483000 રૂપિયા , 12 તારીખ ના રોજ 483100 રૂપિયા.
13 તારીખ ના રોજ 482400 રૂપિયા, 14 તારીખ ના રોજ 482300 રૂપિયા, 15 તારીખ ના રોજ 482300 રૂપિયા, 16 તારીખ ના રોજ 478500 આ મુજબ ભાવ નોંધાયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment