વિશ્વમાં દિવસેને દિવસે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે. મળતી માહિતી મુજબ છેલ્લા બે દિવસમાં સોનાની કિંમતમાં 1600 રૂપિયાનો ઘટાડો થયો છે. ગ્લોબલ માર્કેટ ની વાત કરીએ તો અહીં સોનાની કિંમત આજે 15 મહિનામાં સૌથી મોટો ઘટાડો નોંધાયો છે.
ગયા અઠવાડિયા કરતા આ અઠવાડિયામાં સોનાની કિંમતમાં છ ટકાનો ઘટાડો થયો છે. આજે 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો દેશની રાજધાની દિલ્હીમાં 10 ગ્રામ સોનાનો ભાવ 50320 નોંધાયો છે.
આ ઉપરાંત ચેન્નઈમાં 10 ગ્રામ સોનાનો ભાવ 48380 રૂપિયા છે. મુંબઈમાં આજે 10 ગ્રામ સોનાનો ભાવ 47210 રૂપિયા છે.
કોલકત્તા આજે 10 ગ્રામ સોનાનો ભાવ 48900 રૂપિયા છે. બેંગ્લોરમાં 10 ગ્રામ સોનાનો 47890 રૂપિયા છે. લખનઉમાં આજે 10 ગ્રામ સોનાનો ભાવ 50320 રૂપિયા છે.
આ ઉપરાંત સરકાર દ્વારા સોનાની શુદ્ધતા ચેક કરવા માટે એક એપ્લીકેશન બનાવવામાં આવી છે. BIS Care app પર ગ્રાહક સોનાની શુદ્ધતા જાણી શકે છે.
આ એપ્લિકેશનની મદદથી તમે સોનાની શુદ્ધતા ચેક કરવા સાથે તેને લઇને કોઇ પણ ફરિયાદ હોય તો આ એપ્લિકેશન દ્વારા રજૂ કરી શકો છો. આ ઉપરાંત લાયસન્સ, રજીસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહક ફરિયાદ કરી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment