કોરોનાની રસીને લઈને મોદી સરકારે લીધો સૌથી મહત્વનો નિર્ણય, જાણો વિગતે.

Published on: 12:33 pm, Mon, 21 June 21

દેશમાં કોરોનાની મહામારી વચ્ચે રસીકરણ ઝડપી બને તે માટે સરકાર દ્વારા સતત પ્રયત્નો ચાલુ છે. સરકાર દ્વારા એક નવી પોલીસી જાહેર કરવામાં આવી. કેન્દ્ર અને રાજ્ય સરકારના માધ્યમથી 18 થી વધારે ઉંમરના તમામ લોકોને મફત રસી લગાવવામાં આવશે.

પોલિસી મુજબ ખાનગી હોસ્પિટલ પોતાની મનમાની મુજબ રસીની કિંમત નહીં લ્યા શકે. કેન્દ્ર દ્વારા ખાનગી હોસ્પિટલ ને સૂચના આપવામાં આવી છે કે ખાનગી હોસ્પિટલમાં રસીનો વધારેમાં વધારે રટે 780 કોવીશીલ્ડના એક ડોઝ માટે આપવાનો રહેશે.

જ્યારે કોવેક્સિન માટે 1410 રૂપિયા જ ખાનગી હોસ્પિટલ લઇ શકાશે. ભારત દેશમાં કોરોના ની રસીકરણનું પ્રથમ તબક્કો 16 જાન્યુઆરીથી શરૂ થઈને 30 એપ્રિલ સુધી ચાલ્યું હતું.

આ સમય દરમિયાન કેન્દ્ર સરકારે રસીકરણ કંપનીઓ પાસેથી 100 ટકા વેક્સિનની ખરીદી કરી હતી. આ ઉપરાંત કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મફતમાં રસી નું વિતરણ કર્યું હતું.

રસીકરણના પ્રથમ તબક્કામાં 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી આપવામાં આવી હતી. આજથી રસી લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન નહીં કરવું પડે. દરેક સરકારી અને ખાનગી રસીકરણ કેન્દ્ર પર રસી માટે રજિસ્ટ્રેશન ઉપલબ્ધ કરવામાં આવીયું છે.

આ વાતની માહિતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 7 જૂનના રોજ આપી હતી. કેન્દ્ર સરકાર 75% ની વેક્સિનની ખરીદી કરશે અને ત્યારબાદ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ફ્રીમાં વેક્સિન વિતરણ કરશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કોરોનાની રસીને લઈને મોદી સરકારે લીધો સૌથી મહત્વનો નિર્ણય, જાણો વિગતે."

Leave a comment

Your email address will not be published.


*