અમદાવાદમાં બનેલી એક રૂવાટા ઉભા કરી દેનારી અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એસજી હાઈવે પર સોલા ભાગવત વિદ્યાપીઠની સામે ગત મોડી રાત્રે આ ગંભીર અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતની ઘટનામાં નિવૃત્ત પોલીસ અધિકારીના દીકરા અને પુત્રવધુનું કરૂણ મૃત્યુ નિપજયુ હતું.
મળતી માહિતી અનુસાર ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. પોલીસે કારના નંબરના આધારે કાર ચાલકની શોધખોળ ચાલુ કરી છે. ગઇકાલે મોડી રાત્રે દ્વારકેશ વાણીયા અને તેની પત્ની જુલી વાણીયા ટુ-વ્હીલર પર હાઇવે પરથી પસાર થઇ રહ્યા હતા.
ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલી GJ 01 KP 9398 નંબરની કારે ટુ-વ્હીલર પર સવાર પતિ-પત્નીને પાછળથી જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ ઘટનામાં દ્વારકેશ અને તેમની પત્ની જુલી બ્રિજ પરથી નીચે પડ્યા હતા. આ કારણોસર તેમનું કરૂણ મૃત્યુ નિપજયુ હતું.
મળતી માહિતી અનુસાર દ્વારકેશ અને જુલીના લગ્ન બે મહિના પહેલા જ થયા હતા. બંને ગઈકાલે પોતાની એનિવર્સરીની ઉજવણી માટે બહાર ગયા હતા. જ્યારે તેઓ ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડયો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા.
ઉપરાંત પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે મૃત્યુ પામેલા પતિ પત્નીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યા હતા. ત્યારબાદ કારને કબજે કરીને કાર ચાલક સામે ગુનો નોંધીને તેની શોધખોળ શરૂ કરી છે. આ ઘટના બનતા જ મૃતકોના પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment