મિત્રો હાલમાં બનેલી એક ઘટના સાંભળીને તમારા પણ રુવાટા ઉભા થઈ જશે. આ ઘટનામાં એક દીકરીએ રૂમમાં સૂઈ રહેલા પોતાના જ માતા-પિતાનો જીવ લઈ લીધો છે. દીકરીએ રાત્રે માતા-પિતા અને ભાઈના રસમાં નસીલો પદાર્થ ભેળવી દીધો હતો. જેના કારણે રાત્રે બધા બેભાન થઈ ગયા હતા. ત્યારબાદ દીકરીએ મોડી રાત્રે તેના પ્રેમીને ફોન કર્યો હતો. દીકરીએ પ્રેમી સાથે મળીને પોતાના માતા-પિતાના ગળા ઉપર પ્રહાર કરીને તેમનો જીવ લઈ લીધો હતો.
ત્યારબાદ પ્રેમી જતો રહ્યો હતો. માતા-પિતાનો જીવ લીધા બાદ દીકરી ઘરમાં જોર જોરથી ચીસો પાડવા લાગી હતી. જેના કારણે ઘરમાં પહેલા માળે સૂઈ રહેલો ભાઈ બહેનનો અવાજ સાંભળીને નીચે આવ્યો હતો. ત્યારે બહેને તેને જણાવ્યું હતું કે, 3 અજાણ્યા યુવકો માતા-પિતાનો જીવ લઈને ફરાર થઈ ગયા. આ ચોક આવનારી ઘટના કાનપુરમાં બની હતી. આ ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી.
દીકરીએ પોલીસને ઘેર માગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટનાને લઈને ત્યારબાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ અને ઘટના સ્થળેથી મળેલા પુરાવા આધારે દસ કલાકમાં આ ઘટનાને લઈને મોટો ખુલાસો કર્યો હતો. પોલીસે શંકાના આધારે દીકરીની પૂછપરછ કરી હતી આ દરમિયાન દીકરીએ પોતાનો ગુનો કબૂલ કર્યો હતો.
ત્યારબાદ પોલીસે આરોપી દીકરી અને તેના બોયફ્રેન્ડની ધરપકડ કરી હતી. દીકરી એ બે કારણોસર માતા-પિતાનો જીવ લીધો હતો. પહેલું કારણ – દીકરી પ્રેમી સાથે લગ્ન કરવા ઇચ્છતી હતી, પરંતુ માતા-પિતાએ આ વાતનો વિરોધ કર્યો હતો. બીજું કારણ – દીકરીના પિતાના નામે કરોડો રૂપિયાની સંપત્તિ હતી. દીકરી અને તેનો પ્રેમી કરોડો રૂપિયાની સંપત્તિના માલિક બનવા ઇચ્છતા હતા. આ કારણોસર દીકરીએ પોતાના પ્રેમી સાથે મળીને માતા-પિતાનો જીવ લઈ લીધો હતો.
સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, 61 વર્ષે મુન્નાલાલ ફેક્ટરીમાં સુપરવાઇઝર તરીકે નિવૃત્ત થયા હતા. ઘરમાં તેમની 55 વર્ષે પત્ની રાજદેવી, દીકરી કોમલ અને પુત્ર અનુપ રહે છે. સોમવારના રોજ સવારે મુન્નાલાલ અને તેમની પત્ની રાજદેવીનો જીવ લઈ લેવામાં આવ્યો હતો. બંનેનું મૃતદે એક રૂમમાંથી મળી આવ્યો હતો. બંનેના ગળાના ભાગે ધારદાર વસ્તુ વડે પ્રહાર કરીને જીવ લેવામાં આવ્યા હતા.
ઘટના બની ત્યારબાદ દિકરી કોમલનું કેવું હતું કે, 3 અજાણ્યા વ્યક્તિઓ માતા-પિતાનો જીવ લઈને ભાગી ગયા. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસ પૂછપરછ દરમિયાન કોમલે જણાવ્યું હતું કે, પપ્પા બહારના રૂમમાં સુતા હતા. હું મારી મમ્મી સાથે વચ્ચેના રૂમમાં સૂતી હતી. મારો ભાઈ પહેલા મારે સૂતો હતો.
મને ખબર નથી કે મારા માતા-પિતાનો જીવ ક્યારે લેવામાં આવ્યું, જ્યારે મારી આંખો ખુલ્લી ત્યારે ત્રણ અજાણ્યા વ્યક્તિઓ ઘરમાંથી ભાગી રહ્યા હતા. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ પોલીસે સમગ્ર ઘટનાને લઈને મોટો ખુલાસો કર્યો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આરોપી દીકરી કોમલ અને તેના પ્રેમીની ધરપકડ કરી હતી. કોમલ અને તેના પ્રેમીઓ સાથે મળીને માતા-પિતાનો જીવ લીધો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment